Western Times News

Gujarati News

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર હવે રૂ. 499 ચુકવીને રિઝર્વ કરી શકાશે

ઓલા ઇલેક્ટ્રિકએ ભારતમાં ઇવી ક્રાંતિની શરૂઆત કરી, ઓલા સ્કૂટર માટે રિઝર્વેશન શરૂ કર્યું

ઓલા ફ્યુચર ફેક્ટરી તમિલનાડુમાં 500 એકરમાં પથરાયેલી છે, જે વિશ્વની સૌથી મોટી, સૌથી અદ્યતન અને પર્યાવરણને અનુકૂળ ટૂ-વ્હીલર ફેક્ટરી છે.

ઓલા ઇલેક્ટ્રિકે આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી એ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે રિઝર્વેશન શરૂ કરીને ભારતની ઇવી ક્રાંતિની શરૂઆત કરી હતી.

આજથી ગ્રાહકો તેમનું ઓલા સ્કૂટર olaelectric.com પર રૂ. 499ની રિફંડેબલ ડિપોઝિટ ચુકવીને રિઝર્વ કરાવી શકે છે. અત્યારે રિઝર્વેશન કરાવનાર ગ્રાહકોને ડિલિવરીમાં પ્રાથમિકતા મળશે.

ઓલા ઇલેક્ટ્રિક ટૂંક સમયમાં વાર્ષિક 2 મિલિયનની ક્ષમતા સાથે પ્રથમ તબક્કામાં કાર્યરત થશે. ફેક્ટરીનું સંપૂર્ણ નિર્માણ આગામી વર્ષમાં પૂર્ થશે અને એની સંપૂર્ણ ક્ષમતા વાર્ષિક 10 મિલિયન વાહનોની છે.

ઓલા સ્કૂટર ક્લાસમાં અગ્રણી સ્પીડ, અસાધારણ રેન્જ, સૌથી મોટી બૂટ સ્પેસ તેમજ અદ્યતન ટેકનોલોજી સાથે સ્કૂટરનો ક્રાંતિકારી અનુભવ આપશે, જે ગ્રાહક ખરીદી શકે એવું શ્રેષ્ઠ સ્કૂટર બનાવે છે. આ સ્કૂટર મોટી સંખ્યામાં લોકોને સુલભ થાય એ માટેની એની કિંમત સ્પર્ધાત્મક રાખવામાં આવશે. ઓલા આગામી દિવસોમાં સ્કૂટરની ખાસિયતો અને કિંમત જાહેર કરશે.

ઓલાના ચેરમેન અને ગ્રૂપ સીઇઓ ભાવિશ અગ્રવાલે કહ્યું હતું કે, “ભારતની ઇવી ક્રાંતિ આજથી શરૂ થઈ છે, કારણ કે અમે અમારા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે રિઝર્વેશન શરૂ કર્યું છે, જે આગામી ઇવીની અમારી રેન્જમાં સૌપ્રથમ છે.

એના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ, ટેકનોલોજી અને ડિઝાઇન તેમજ સ્પર્ધાત્મક કિંમત સાથે આ પર્યાવરણને અનુકૂળ મોબિલિટી તરફ ઝડપથી અગ્રેસર થવામાં મદદરૂપ થશે.

ભારત ઇવીમાં દુનિયામાં લીડર બનવાની તક અને સંભાવના ધરાવે છે તથા ઓલામાં અમે એમાં લીડ લીધી છે એનો ગર્વ છે.”

ઓલા સ્કૂટરે કેટલાંક પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવ્યાં છે, જેમાં સીઇએસમાં આઇએચએસ મર્કિટ ઇનોવેશન એવોર્ડ અને જર્મન ડિઝાઇન એવોર્ડ સામેલ છે

અગાઉ ઓલાએ સ્કૂટરની ટીઝર વીડિયો જાહેર કર્યા છે, જે નીચેની લિન્ક પર ઉપલબ્ધ છેઃ

આ ઓલા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની રેન્જમાં પ્રથમ ઓલા સ્કૂટર ઓલા ફ્યુચર ફેક્ટરમાંથી બહાર આવશે. આ ફેક્ટરી ભારતના તમિલનાડુમાં 500 એકરમાં પથરાયેલી છે, જે વિશ્વની સૌથી મોટી, સૌથી અદ્યતન અને પર્યાવરણને અનુકૂળ ટૂ-વ્હીલર ફેક્ટરી છે.

ઓલા ઇલેક્ટ્રિક ટૂંક સમયમાં વાર્ષિક 2 મિલિયનની ક્ષમતા સાથે પ્રથમ તબક્કામાં કાર્યરત થશે. ફેક્ટરીનું સંપૂર્ણ નિર્માણ આગામી વર્ષમાં પૂર્ થશે અને એની સંપૂર્ણ ક્ષમતા વાર્ષિક 10 મિલિયન વાહનોની છે.

ઓલા વિશે ઓલા ભારતનું સૌથી મોટું મોબિલિટી પ્લેટફોર્મ છે અને વિશ્વની સૌથી મોટી રાઇડ-હેલિંગ કંપનીઓ પૈકીની એક છે. ઓલાએ 3 ખંડોમાં એક અબજથી વધારે લોકો માટે માગ પર ઉપલબ્ધતા આપીને હેરી મોબાલિટીમાં ક્રાંતિ કરી હતી.

અત્યારે ઓલા એના રાઇડ હેલિંગ પ્લેટફોર્મ તથા દુનિયામાં સૌથી મોટી, સૌથી અદ્યતન અને સસ્ટેઇનેબલ ટૂ વ્હીલર ફેક્ટરીમાં અદ્યતન ઇલેક્ટ્રિક વાહનોનું નિર્માણ કરીને દુનિયાને સસ્ટેઇનેબલ મોબિલિટી તરફ અગ્રેસર કરવાનુ જાળવી રાખશે. ઓલા દુનિયાને પર્યાવરણને અનુકૂળ મોબિલિટી તરફ અગ્રેસર કરવા અને દુનિયાને વધારે સારી બનાવવી કટિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.