ઓલિમ્પિકમાં જાપાનમાં ઈમરજન્સી યથાવત રખાશે
ટોક્યો: કોરોનાના કારણે ટોક્યો ઓલિમ્પિકની રમતોમાં આ વખતે ચાહકોની ગેરહાજરીમાં યોજાશે. જાપાનના અખબાર ‘ધ અસાહિ’માં આ મામલે એક માહિતી આપવામાં આવી છે. જાપાનમાં હાલમાં કોરોનાના કારણે ઈમરજન્સી લાદવામાં આવી છે. અને વધતાં જતા કેસોને ધ્યાનમાં રાખીને, ટોક્યો ઓલિમ્પિક દરમિયાન પણ ઈમરજન્સી યથાવત રાખવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઓલિમ્પિક વખતે કોરોના સંક્રમણ વધી શકવાની શક્યતા સેવાઈ રહી છે. જેના પગલે જાપાનમાં જ્યાં સુધી ઓલિમ્પિક ગેમ્સ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોરોના ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે. વિશેષજ્ઞોની થોડાં દિવસ પહેલાં બેઠક મળી હતી. જેમાં, આવતા સોમવારથી ૨૨ ઓગષ્ટ સુધી જાપાનમાં ઈમરજન્સી લાદવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે ૨૦૨૦માં યોજાનારી ઓલિમ્પિક એક વર્ષ મોડી એટલે આ વર્ષે યોજાઈ રહી છે. ૨૩ જુલાઈથી ૮ ઓગષ્ટ સુધી આ રમતો ચાલશે. ઓલિમ્પિક દરમિયાન વિદેશી દર્શકોને એન્ટ્રી નહીં આપવામાં આવશે. જ્યારે, ઈમરજન્સી લાદવામાં આવશે.
તો સ્થાનિક લોકોને પણ ઓલિમ્પિક ગેમ્સ જાેવાનો મોકો નહીં મળે. આ મામલે સ્થાનિક આયોજક અને આઈઓસી વચ્ચે બેઠક મળશે. જેમાં ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન સ્થાનિક દર્શકોની હાજરી અંગે ર્નિણય લેવાશે. ટોક્યોમાં અત્યારે નિયંત્રણો ખૂબ જ હળવા છે
બાર અને રેસ્ટોરાંના કલાકો ઘટાડીને પણ કોરોના સંક્રમણ રોકાયું નથી. જેના પગલે જાપાની પ્રધાનમંત્રી યોશીહિદા સુગા ગુરુવારે સાંજે ઈમરજન્સીની જાહેરાત કરે તેવી સંભાવના છે. આઈઓસીના પ્રમુખ થોમસ બાક ગુરુવારે ટોક્યો પહોંચવાના છે પરંતુ તેઓ ત્રણ દિવસ માટે હોટલમાં ક્વોરન્ટાઈન રહેશે. કોરોનાની શરૂઆત પછી જાપાનમાં આ ચોથી વખત ઈમરજન્સી લાદવામાં આવશે. ટોક્યોમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે જાપાનના સાર્વજનિક સ્થળો પર નીકળતી રિલે ટોર્ચ પર પણ રોક લગાવવામાં આવી છે. ઓલિમ્પિકને કોરોનાથી બચાવવા માટે આ ર્નિણય લેવાયો છે.