ઓલિમ્પિકમાં ભારતનું ખુલ્યું ખાતું, મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો
ટોકયો, ટોક્યો ઓલિમ્પિક્સનો આજે બીજાે દિવસ હતો. પહેલા દિવસે આર્ચરીમાં દેશને ખાસ સફળતા મળી નહી. આજે ૨૪ જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક્સમાં અલગ અલગ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસની શરુઆત ૧૦મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થઇ. જેમાં અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ ફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. જ્યારે દીપિકા અને જાધવની મિક્સ્ડ ટીમે આર્ચરીના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે.
દરમિયાન મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં ૧૧૦ કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે.
બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ ૧૧૫ કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.
મીરાબાઈ ચાનૂએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં ૮૭ કિલોગ્રામનું વજન ઉપાડ્યું. ક્લીડ એડ જર્કમાં મીરાબાઈ ચાનૂએ ૧૧૫ કિલોગ્રામ વજન ઉપાડ્યું અને ભારત માટે મેડલ જીતવામાં સફળ રહી. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં ભારતને ઓલિમ્પિક ઈતિહાસમાં બીજાે મેડલ અપાવ્યો છે. તે ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે.