ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પોઈઝ યુનિયન(AIPE) ના રાષ્ટ્રીય મહિલા કમિટીમાં નિમણૂક
ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પોઈઝ યુનિયન(AIPE -Union GRC-CHQ New Delhi)ગ્રુપ સી ની ૩૩મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ શ્રી આનંદપુર સાહેબ (પંજાબ) ખાતે તા. ૧૯ એપ્રિલ થી ૨૨ એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયા વુમન કમિટીમાં સરયુ બ્રહ્મભટ્ટ ની નિમણૂક થયેલ છે.
સમગ્ર યુનિયનની કમિટીમાં ગુજરાતમાંથી એક જ મહિલા ની નિમણૂક કરવામાં આવી છે. સરયુ બ્રહ્મભટ્ટ હાલ પોસ્ટલ વિભાગમાં અમદાવાદ ઘાટલોડીયા પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવે છે.સમગ્ર ગુજરાતમાંથી સરયુ બ્રહ્મભટ્ટ ની નિમણૂક થતાં સમગ્ર ગુજરાતમાંથી તેમજ શુભેચ્છકો તેમજ સ્નેહીજનો એ શુભેચ્છાઓ પાઠવી અભિનંદનની વર્ષા કરી હતી.
સરયુ બ્રહ્મભટ્ટ અચરજ સાપ્તાહિક બાયડના તંત્રી મુકુંદભાઈ બ્રહ્મભટ્ટ ની દીકરી છે. તેમજ અમદાવાદ ખાતે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માં આસિસ્ટન્ટ સુપ્રિડેન્ટ તરીકે ફરજ બજાવતાં પરાગ .એચ. વાસનિકના પત્ની છે.
દિલીપ પુરોહિત. બાયડ