ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અન્ડર-૧૬ ગર્લ્સ ઓનલાઈન નેશનલ ચેસ ચેમ્પીયનશીપમાં અમદાવાદની ત્રણ છોકરીઓનો દબદબો
હાલની કોવીડ-૧૯ની પરિસ્થિતીની ધ્યાનમાં રાખી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા અન્ડર-૧૬ ગર્લ્સ ઓનલાઈન નેશનલ ચેસ ચેમ્પીયનશીપનું આયોજન ૧૩ થી ૧૫ જૂન, ૨૦૨૧ દરમ્યાન ઓનલાઈન ટોર્નેલો પ્લેટફોર્મ મારફત ફીડે (વર્લ્ડ ચેસ ફેડરેશન)ના નિયમોને આધિન કરવામાં આવેલ.
કુલ ૧૮૬ જેટલા ખેલાડીઓએ આ કેટેગરીમાં ઓનલાઈન ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ. કુલ ૧૧ રાઉન્ડના અંતે અમદાવાદની ત્રણ ખેલાડીઓ (૧) ડબલ્યુસીએમ રિધ્ધી પટેલ (૯ પોઈન્ટ), (૨) ડબલ્યુએફએમ ધ્યાના પટેલ (૮.૫ પોઈન્ટ) તેમજ (૩) ડબલ્યુએફએમ વિશ્વા વાસનાવાલા (૮ પોઈન્ટ) સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને આંઠમાં ક્રમાંકે આવી ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ. રિધ્ધીનું હાલનું રેટીંગ ૧૬૨૦ છે જયારે ધ્યાનાનું ૧૯૪૭ અને વિશ્વાનું ૨૦૪૭ છે.
તેઓના આ ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના પ્રેસીડન્ટ એમીરેટસ શ્રી અજયભાઈ પટેલ તેમજ પ્રેસીડન્ટ શ્રી રાકેશભાઈ શાહે તેઓને ખૂબ ખૂબ અભિનંદ પાઠવ્યા હતા. શ્રી અજયભાઈ પટેલે કહ્યું કે અમો વધુને વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ ગુજરાતમાં સર્જન પામે તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.
ઉપરોક્ત ત્રણે ખેલાડીઓનો ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવતી શક્તિદૂત યોજના હેઠળ સમાવેશ થાય છે.