ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

(તસ્વીરઃ અશોક જાેષી) લાયન્સ ક્લબ વાપી નાઇશ, ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન, રોટરી ક્લબ, અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સ્વર્ગસ્થ ભાવેશ સોલંકીની યાદમાં રાષ્ટ્રવ્યાપી રક્તદાન શિબિર નું આયોજન વાપી અને દમણ ખાતે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૧૭મી જૂન ૨૦૨૨ના રોજ દેશભરમાં અનેક શિબિરો સાથે રાષ્ટ્રવ્યાપી રક્તદાન અભિયાનનું આયોજન કરાયું હતું.
વાપીમાં કેમ્પ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં ૧૭૯ મહિલાઓ અને પુરુષો એ રકતદાન કર્યુ હતું. દમણ માં રવિ જૈન નાં સહયોગ થી ૩૫ બોટલ રકતદાન થયું હતું. કુલ ૨૧૪ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.આ અંગે લાયન્સ ક્લબ વાપી નાઇશ નાં ચાર્ટડ પ્રમુખ શેલેશભાઇ મહેતા એ જણાવ્યુ હતું કે રકતદાન એ મહાદાન છે.
રકતદાન શિવાય બીજાે કોઈ વિકલ્પ નથી કારણ કે લોહી કોઈ ફેક્ટરી માં બનાવી સકાતું નથી. લોહી ની જગ્યા એ લોહી ની જ જજુર પડે છે. જેથી આ રકતદાન શિબિર વાપી અને દમણ માં એક સાથે કરવામાં આવેલ છે.
આવનારા દિવસોમાં હવે ૪૦ થી ૫૦ રકતદાન શિબિરો કરવાનું આયોજન છે. લાયન્સ ક્લબ વાપી નાઇશ નાં આવનારા દિવસોમાં નવા પ્રમુખ તરીકે વરણી કરાઈ છે તે જ્યોષના બેન પ્રભાકરને જણાવ્યું હતું કે આપણું માનવું હતું કે રકતદાન કરવાથી આપણામાં કમજાેરી આવી જશે પરંતુ વિજ્ઞાને પણ સાબિત કર્યું છે
કે રકતદાન કરવાથી કેન્સર થવાનો ખતરો પેદા નથી થતો. આપણું લિવર સારું રહે છે અને રોગ પ્રત્રીકારક શક્તિ માં વધારો થાય છે. આપણે કરેલ રકતદાન ની એક બોટલ થી ત્રણ લોકોની જિંદગી બચી શકે છે. વધુ માં જણાવ્યુ કે પર્યાવરણ ને શુદ્ધ થાય તે માટે વન વિભાગ નાં ને અધિકારીઓ સાથે ચર્ચા, લોકોને જાગૃત કરવા માટે રેલી નું આયોજન કરવામાં આવશે. સાથે વરસાદ નાં સમય માં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં ઓલ ઈન્ડિયા મોબાઈલ એસોસિએશન ગુજરાત નાં વાઈસ પ્રેસિડેન્ટ મિતેષ ભાઈ શાહ તથા કપિલ ખંડેલવાલ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.