ઓવૈસીના ઘરમાં તોડફોડ મામલે ૫ની ધરપકડ કરાઇ

હૈદરાબાદ, એઆઇએમઆઇએમના પ્રમુખ અને હૈદરાબાદના દિગ્ગજ નેતા અસદુદ્દીન ઓવૈસીના ઘરે તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો હતો જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેવી વાતો થઈ રહી છે કે આ ચારે હિન્દુ સેનાના કાર્યકર હોવાની સંભાવના છે.
મંગળવારે દિલ્હીમાં અશોક રોડ પર આવેલા ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીના નિવાસ પર તોડફોડ થઈ હતી.
આ મામલે હવે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હિન્દુ સેનાના કાર્યકર હોવાની સંભાવના પણ વ્યક્ત કરવાંમાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ સંસદ માર્ગ સ્ટેશનમાં આઇપીસીની કલમ ૪૨૭, ૧૮૮ અને સાર્વજનિક સંપતિને નુકસાન પહોંચાડવા હેઠળના અધિનિયમની કલમ ૩ અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે.
ઘટના બાદ ઓવૈસી અમુક ફોટો ટિ્વટ કરીને કહ્યું હતું કે આજે અમુક ઉગ્રવાદી ગુંડાઓએ મારા દિલ્હી સ્થિત ઘરે તોડફોડ કરી હતી. તેમની આ હરકતો અમે ખ્યાતનામ છે. હંમશની જેમ તેમણે ઝૂંડમાં જ વીરતા બતાવી છે. અને સમય પણ એવો જ લીધો કે જ્યારે હું ઘરે નહોતો. ગુંડાઓના હાથમાં કુહાડીઓ અને લાકડીઓ હતી. ઘર પર પત્થરબાજી કરવામાં આવી હતી. આ સાથે તેમણે અન્ય કેટલાક ટિ્વટ કર્યા હતા.
અસાદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે લોકોની આટળી બધી કટ્ટરતા માટે ભાજપ જવાબદાર છે. કોઈ સાંસદના ઘરે આ રીતે હુમલો કરવામાં આવે તે શું સૂચવે છે એક વિડીયો સોશ્યલ મીડિયો વાયરલ થયો હતો જેમાં હિન્દુ સેનાના અધ્યક્ષ લલીત કુમાર બોલી રહ્યા હતા કે તેઓ ઓવૈસીને સબક શીખવાડવા માટે તેમના ઘરે ગયા હતા અને પોતાની રેલીઓમાં ઓવૈસી હિન્દૂ વિરોધી બોલતા હોવાનું કારણ આપ્યું હતું. ત્યાર બાદ સંગઠનના રાષ્ટ્રીય અધીકસખ વિષ્ણુ ગુપ્તા એ કહ્યું હતું કે તેઓ ઓવૈસીના કથિત હિન્દુ વિરોધી નિવેદનોથી પરેશાન થઈ ગયા છે.HS