ઓવૈસી સાહેબ હિમ્મત છે તો યોગીને સ્પર્શ કરીને બતાવો,ઉડીને હૈદરાબાદ જશો : રવિ કિશન

ગોરખપુર: ઉત્તરપ્રદેશ જીલ્લા પંચાયત અધ્યક્ષ ચુંટણીમાં ભાજપને મળેલ ભારે જીત અને વિરોધ પક્ષોના સુપડા સાફ થતા ભાજપનો આત્મવિશ્વાસ વધી ગયો છે જયારે યુપી વિધાનસભા ચુંટણી ૨૦૨૨ને લઇ તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે એવામાં પ્રદેશની રાજનીતિમાં સૌથી વધુ ચર્ચા એઆઇએમઆઇએમ વડા અસદુદ્દીન ઓવૈસી વિરૂધ્ધ મુખ્યમત્રી યોગી આદિત્યનાથની થઇ રહી છે જેમણે મુખ્યમંત્રી યોગીને આગામી વર્ષ સત્તામાંથી બહાર કરવાનો પડકાર આપી દીધો છે જયારે આ પડકારનો મુખ્યમંત્રી યોગીએ સ્વીકાર કરી ખુદ ભારે મતોથી ભાજપની જીતનો દાવો કર્યો છે. આવામાં ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને ઔવૈસીને જાહેરમાં પડકાર આપ્યો અને કહ્યું કે સ્પર્શ કરીને બતાવો મહારાજજીને હૈદરાબાદ ઉડીને જશો
એ યાદ રહે કે સહજનવામાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બ્રહ્મચર્ચનું પાલન કરનારા છે ને તે દરરોજ અઢી કલાક આરતી કરનારા સંન્યાસી છે. અસદુદ્દીન ઓવૈસી તમે તેમના તેજથી જ નષ્ટ થઇ જશો રવિ કિશને કહ્યું કે એઆઇએમઆઇએમ વડા અસદુદ્દીન ઓવૈસીને જાહેરમાં પડકાર આપું છું પડકાર સ્વીકાર છે સ્પર્શ કરીને બતાવો મહારાજજીને હૈદરાબાદ ઉડીને જશો
ભાજપ સાંસદે કહ્યું હતું કે રાજયમાં ભાજપની સરકાર ગરીબ મધ્યમ વર્ગ માટે કામ કરી રહી છે.રાજયમાં ગુડારાજ ખતમ થઇ ગયું છે. મહિલાઓ સુરક્ષિત અનુભવી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપની સત્તા આવશે તેમાં કોઇ શંકા નથી તેમણે કહ્યું કે રાજયમાં પહેલા ગુંડારાજ ચાલી રહ્યું હતું અને માફિયાનું રાજ ચાલતુ હતું હપ્તાખોરી ચાલી રહી હતી યોગી રાજમાં બધુ સમાપ્ત થઇ ગયું છે.