ઓસી. ક્રિકેટરો નક્સલવાદના વિરોધમાં ખુલ્લા પગે મેદાનમાં
એડિલેડ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી યોજાઈ રહી છે. ચાર પૈકીની પહેલી ટેસ્ટ મેચ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. મેચ શરૂ થાય તે પહેલા એક અલગ જ નજારો જાેવા મળ્યો હતો.
કદાચ આ પ્રકારની ઘટના ક્રિકેટમાં અત્યાર સુધીમાં ક્યારેય જાેવા નહીં મળી હોય. એડિલેડ મેદ્દાનમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ નક્સલવાદનો વિરોધ કરવા એક અનોખી રીત અપનાવી હતી જેને દુનિયા આખીનું ધ્યાન દોર્યું હતું.
ભારતે આજે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. મેચ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો ઓવલ મેદાન પર નક્સલવાદ વિરૂદ્ધ ઉઘાડા પગે આવ્યા હતાં. આ તમામ ખેલાડીઓએ ઘેરો બનાવીને પોતાનો વિરૂદ્ધ નોંધાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે નક્સલવાદ વિરોધી આંદોલનના સમર્થનમાં અને ઓસ્ટ્રેલિયાના લોકોની સંસ્કૃતિના સમ્માન માટે મેદાન પર ઉઘાડા પગે આવીને ઘેરો બનાવ્યો હતો. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની પરંપરાગત પ્રાચિન સંસ્કૃતિનો વેશ ધારણ કરીને એક વ્યક્તિ ક્રિકેટરોની સાથે જ મેદાન પર હાજર રહ્યો હતો. આ ઘટનાએ સૌકોઈને વિચારતા કરી દીધા હતાં. અગાઉ ક્રિકેટના ઈતિહાસમાં કદાચ આ પ્રકારની ઘટના ક્યારેય નહીં ઘટી હોય.SSS