Western Times News

Gujarati News

ઓસી.ના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું નિધન

મુંબઈ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડીન જોન્સ આઇપીએલની મેચની કોમેન્ટરી માટે સ્ટાર ટીવી સાથે સંકળાયેલા હતા અને તેઓ મુંબઈની એક સેવન સ્ટાર હોટેલમાં રોકાયા હતા. ૫૯ વર્ષીય ડીન જોન્સે ત્યાં જ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ મુંબઈની હોટેલમાં બાયો સિક્યોર બબલમાં હતા. ડીન જોન્સને સ્ટાર ટીવી દ્વારા હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓફ-ટ્યુબ કોમેન્ટરી માટે કરારબદ્ધ કરાયા હતા. તેઓ ક્રિકેટ એક્સપર્ટ અને એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા.ભારતીય મીડિયામાં ડીન જોન્સ લોકપ્રિય હતા. એનડીટીવીના પ્રોફેસર ડીનો જેવા લોકપ્રિય શોથી તેમને ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેમણે દુનિયાભરમાં કોમેન્ટરી આપી છે અને તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.