ઓસી.ના પૂર્વ ક્રિકેટર મૈકગિલનો અપહરણ બાદ છૂટકારો, ૪ જબ્બે
સિડની: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સ્ટુઅર્ટ મૈક્ગિલનું ગત મહિને સિડની ખાતેના તેમના ઘરેથી કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. જાે કે, એક કલાક બાદ તેમને છોડી મુકવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ બુધવારે આ જાણકારી આપી હતી. પોલીસે આ કેસમાં ૪ લોકોની ધરપકડ કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે ૧૪ એપ્રિલના રોજ થયેલા આ કથિત અપહરણના પીડિતનો ઉલ્લેખ ૫૦ વર્ષીય વ્યક્તિ તરીકે કર્યો છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટમાં આ પીડિતની ઓળખ મૈક્ગિલ તરીકે આપવામાં આવી છે.
મીડિયામાં રજૂ થયેલા અહેવાલ પ્રમાણે સિડનીના ઉત્તરી હિસ્સામાં એક વ્યક્તિએ રોડ પર મૈક્ગિલને રોક્યો હતો અને ત્યાર બાદ અચાનક આવી ચડેલી ૨ વ્યક્તિએ પૂર્વ ક્રિકેટરને કારમાં ધકેલી દીધો હતો. મૈક્ગિલને કથિત રીતે સિડનીના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં લઈ જવામાં આવ્યો હતો
કથિત રીતે મારપીટ બાદ તેને અન્ય જગ્યાએ લઈ જઈને છોડી દેવામાં આવ્યો હતો. મુક્ત કરવામાં આવ્યો તે પહેલા મૈક્ગિલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. શેન વોર્નના કારણે મૈક્ગિલની કરિયર ખૂબ જ પ્રભાવિત રહી હતી જે તે સમયના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલર હતા.