ઓસી.ના વિજયની પાર્ટી સવારે પોલીસે બંધ કરાવવી પડી
સિડની, ઐતિહાસિક એશિઝ સિરિઝ જિત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ આખી રાત હોટલમાં ડાન્સ અને ડ્રિન્ક સાથે પાર્ટી કરી હતી. જેમાં ઈંગ્લેન્ડના ક્રિકેટરો પણ જાેડાયા હતા.જાેકે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી અને સવારે સાડા છ વાગ્યે પોલીસે પહોંચીને પાર્ટી બંધ કરાવવી પડી હતી અને ક્રિકેટરોને બહાર કાઢવા પડયા હતા.
ઈંગ્લેન્ડના આસિસટન્ટ કોચ અને પૂર્વ બેટસમેન ગ્રેહામ થોર્પે પાર્ટીનો વિડિયો શૂટ કર્યો હતો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.જેમાં ઈંગ્લેન્ડના અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર જાે રુટ, એન્ડરસન, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ અને નાથન લિઓનને પોલીસ ઘેરીને ઉભેલી દેખાય છે.
હવે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલામાં એક કમિટિ બનાવી છે.જે ખેલાડીઓ દ્વારા થયેલા શિસ્તભંગની તપાસ કરશે અને જાે કોઈ ખેલાડી દોષી પૂરવાર થશે તો તેને સજા પણ થઈ શકે છે. આ પાર્ટી હોબર્ટની હોટલમાં યોજાઈ હતી.જ્યાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરિઝની પાંચમી ટેસ્ટ રમાઈ હતી.
રુફ ટોપ રેસ્ટોરન્ટમાં ખેલાડીઓએ આખી રાત પાર્ટી કરી હતી અને વિડિયોમાં પોલીસ અધિકારી એવુ કહેતા સંભળાય છે કે, બહુ વધારે પડતો અવાજ થઈ ગયો છે.તમને પહેલા જ પાર્ટી ખતમ કરવા કહેવાયુ હતુ અને તમે ના સાંભળ્યુ એટલે અમારે અહીંયા આવવુ પડયુ હતુ. જાેકે બ્રિટિશ મીડિયા રિપોર્ટ પ્રમાણે ક્રિકેટરોએ કોઈની સાથે ગેરવર્તન કર્યુ નહોતુ.ખાલી વધારે પડતા અવાજની ફરિયાદ હોટલને મળી હતી.SSS