ઓસી.ના ૭ શહેરમાં ટી૨૦ વર્લ્ડ કપની ૪૫ મેચો યોજાશે

નવી દિલ્હી, ૨૦૨૨માં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપનુ ટાઈમ ટેબલ પણ લગભગ નક્કી થઈ ચુકયુ છે. ઓસ્ટ્રેલિયામાં સાત શહેરો એડિલેડ, બ્રિસબેન, ગીલોન્ગ, મેલબોર્ન, પર્થ, સિડની અને હોબાર્ટમાં ૪૫ મેચો રમાશે.વર્લ્ડકપની શરુઆત ૧૬ ઓક્ટોબરથી થશે અને ૧૩ નવેમ્બરે મેલબોર્નમાં ફાઈનલ રમાશે.
પહેલી સેમી ફાઈનલ સિડનીમાં ૯ નવેમ્બરે અને બીજી સેમિફાઈનલ એડિલેડમાં ૧૦ નવેમ્બરે રમાશે. આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકાની ટીમ રમશે.
આ સિવાય નામીબિયા, સ્કોટલેનડ્, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ બીજા ચાર ટીમો સામે ક્વોલિફાયર રાઉન્ડમાં રમવુ પડશે અને એ પછી તેમને સુપર ૧૨માં સ્થાન મળશે. પહેલા આ ટુર્નામેન્ટ ૨૦૨૦માં રમાવાની હતી પણ કોરાના કારણે તેને સ્થગિત કરાઈ હતી.આગામી વર્લ્ડકપમાં હાલના ટી-૨૦ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને અત્યારથી જ ફેવરિટ માનમાં આવી રહ્યુ છે કારણકે ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરઆંગણે રમવાનુ છે.SSS