Western Times News

Gujarati News

ઓસી.ને હરાવી ભારત અંડર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં

એંટિંગ, ભારતીય ક્રિકેટ ટીમની યુવા બ્રિગેડ અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૦ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમે કુલીજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ પસંદ કરીને ૫ વિકેટ પર ૨૯૦ રન બનાવ્યા હતા.

જે પછી બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ટકી શકી નહોતી અને વિકેટ ગુમાવતી રહી હતી. આ મેચમાં ભારતીય ટીમનો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે ૫૧ રન લાલચન શોએ બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમની બોલિંગ કમાલની રહી હતી, જેમાં વિકી ઓસ્તવોલે ઓસ્ટ્રેલિયાના ત્રણ મોટા ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. કેપ્ટન યશ ધુલે સદી ફટકારીને મોટું યોગદાન આપ્યું હતું, હવે ભારતીય ટીમ શનિવારે ઈંગ્લેન્ડ સામે ફાઈનલ મેચ રમશે.

ભારતની અંડર-૧૯ ટીમના કેપ્ટન યશ ધુલેનીસદી અને વાઈસ કેપ્ટન શેખ રશીદની અર્ધસદીના કારણે બીજી સેમિફાઈનલમાં ૨૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત માટે ધુલે રન આઉટ થતા પહેલા ૧૧૦ રન બનાવ્યા હતા, જ્યારે રશીદે ૯૪ રનની ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા માટે જેક નિસ્બેટ અને વિલિય સાજ્લમેને બે-બે વિકેટ લીધી હતી. યુશની કેપ્ટન ઈનિંગ્સ અને ૧૧૦ બેલમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૧૦ રન બનાવ્યા હતા.

જ્યારે તેના પહેલા વિરાટ કોહલીએ ૨૦૦૮માં વેસ્ટઈન્ડિઝ સામે સદી ફટકારી હતી, જ્યારે ઉન્મુક્ત ચંદે ૨૦૧૨માં ઓસ્ટ્રેલિયા સામે વિકેટ ગુમાવ્યા વગર ૧૧૧ રન બનાવ્યા હતા. ધુલ અને રાશિદની ટીમે શરુઆતમાં બે ઝાટકા ખાધા પછી સ્કોરને મજબૂત સ્થિતિમાં પહોંચાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ બન્નેએ ત્રીજી વિકેટ માટે ૨૦૪ રનની પાર્ટનરશીપ કરી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય કર્યા બાદ ભારતીય ટીમ ફોર્મમાં ચાલી રહી હતી, જેમાં ઓપનિંગ બેટ્‌સમેન અંગકૃષ્ણ સઘુવંશી (૦૬)ની વિકેટ ૮મી ઓવરમાં ૧૬ રનના સ્કોર પર ગુમાવી હતી. વિલિયમ સાલ્જમેને (૫૭ રન આપીને ૨ વિકેટ)નો બોલ રઘુવંશીના બેટની કટ સાથે સ્ટમ્પ ઉડાવીને ગઈ.

બીજા ઓપનિંગ બેટ્‌સમેન હરનુર સિંહ (૧૬) પણ વધારે ટકી શક્યો નહોતો અને ભારતે બીજી વિકેટ ૩૭ રન પર ગુમાવી હતી. ધુલ અને રાશિદે ગજબનો કંટ્રોલ રાખીને ભારતને સન્માનજનક સ્કોર પર લઈ ગયા હતા. કેપ્ટન ધુલ ૪૬મી ઓવરમાં રન આઉટ થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.