Western Times News

Gujarati News

ઓસ્ટ્રિયાની પાટનગર વિએનામાં આતંકી હુમલો: 7ના મોત

નવીદિલ્હી, યુરોપીય દેશ ઓસ્ટ્રિયાના પાટનગર વિયના શહેરમાં સોમવારે અનેક બંદુકધારીઓએ તાબડતોડ ગોળીબાર કર્યો જેમાં અત્યાર સુધી સાત લોકોના મોત થયા છે અને એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ઇજા થઇ છે.પોલીસે એક હુમલાખોરને ઠાર માર્યા છે.આ ઘટના સ્થાનીક સમય અનુસાર રાતે ૮ વાગે થઇ હતી રાયફલથી સજજ અનેક શંકાસ્પદ અપરાધીઓએ આ ઘટનાને પરિણામ આપ્યું છે.

વિયના પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ઇનર સિટીમાં હુમલાખોરોની વિરૂધ્ધ પોલીસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રિપોર્ટ અનુસાર શુટીંગ વાળી જગ્યા પર લગભગ ૫૦ ગોળીઓ છોડવામાં આવી હતી ઓસ્ટ્રિયાના ચાંસલ સેબેસ્ટિયન કુર્જે તેને ધૃણિત આતંકી હુમલો બતાવ્યો છે. પોલીસનું કહેવુ છે કે હુમલાખોરોએ અલગ અલગ જગ્યાએ આડેધડ ગોળીબાર કર્યો ગોળીબારની ચપેટમાં આવી અનેક લોકોને ઇજા થઇ છે જેમાં એક પોલીસ કર્મચારી પણ સામેલ છે.

ઓસ્ટ્રિયાના વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે વિયનામાં ગોળીબાર બાદ ત્રીજા વ્યક્તિનું મોત થયું છે ઓસ્ટ્રિયાના ગૃહમંત્રી કાર્લ નેહમ્મેનરે પત્રકારોને કહ્યું કે મૃતકોમાં બે પુરૂષ અને એક મહિલા છે.પોલીસે એક શંકાસ્પદને પણ ઠાર માર્યો છે. તેમણે કહ્યું કે શરૂઆતી તપાસથી સંકેત મળે છે કે માર્યા ગયેલ આતંકા ઇસ્લામિક સ્ટેટ સમૂહનો હમદર્દ છે.અધિકારી હજુ પણ એ માહિતી લગાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે શું વધુ હુમલાખોર પણ છે વિયેનાના લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરવામાં આવી છે.

પોલીસના એક અધિકારીએ કહ્યું કે પાટનગરના મધ્યમાં થયેલ હુમલામાં ૧૫ લોકોને ઇજા થઇ છે.ઇજા પામેલાઓમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે ગૃહમંત્રીએ ધટનાને ઓસ્ટ્રિયાના મૂલ્યો અને લોકતાંત્રિક સમાજ પર હુમલો બતાવ્યો છે તેમણે કહ્યું કે હુમલખાર આતંકી સમૂહ આઇએસથી હમદર્દી રાખતો હતો તેમણે તપાસ જારી હોવાનો હવાલો આપ્યો અને માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિયનામાં થયેલ ઘટનાની સખ્ત ટીકા કરી છે મોદીએ ટ્‌વીટ કરી કહ્યું કે વિયનામાં થયેલ નૃશંસ આતંકી હુમલાથી ભારે આઘાત અને દુખ પહોંચ્યુ છે આ દુખદ સમયમાં ભારત ઓસ્ટ્રિયાની સાથે ઉભો છે મારી સંવેદનાઓ પીડિતા અને તેમના પરિવારની સાથે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.