ઓસ્ટ્રિયામાં ૧૦ દિવસનું જાહેર કરાયું લોકડાઉન, કોરોનાની ચોથી લહેરનો ખતરો

Files Photo
Lockસિડની, ઓસ્ટ્રિયામાં કોરોના કેસમાં વધારો થઈ ગયો છે.ઓસ્ટ્રિયામાં કોરોનાની ચોથી લહેર આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.ત્યારે કોરોનાના વધતા જતા કાબુમાં આવે તેને લઈને ઓસ્ટ્રિયાના ચાન્સલર એલેક્ઝેંડર શાલેનબર્ગે ૧૦ દિવસ માટે લોકડાઉન આપી દીધું છે.
ઓસ્ટ્રિયામાં કોરોનાની ચોથી લહેર આવી ગઈ છે. ત્યારે કોરોનાની ચોથી લહેરને કાબૂમાં આવતા ૧૦ દિવસ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન તેમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ક્લાસ ચાલશે નહી. રેસ્ટોરેન્ટ અને કલ્ચરલ કાર્યક્રમ પર પ્રતિબંધ રહેશે.
કોરોના કેસ વધતા મામા માતા-પિતાને કહેવામાં આવ્યું છે કે જાે સંભવ હોય તો પોતાના બાળકોને ઘરે જ રાખો. કિંડરગર્ટન રમત દ્વારા છ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપવા સંબંધી સ્પેશિયલ ફોર્મેટ છે.
આ દરમિયાન સરકારી પ્રસારણકર્તા ‘ઓઆરએફ’ ના સમાચાર અનુસાર એક ફેબ્રુઆરીથી દેશમાં રસીકરણ પણ ફરજિયાત કરી દેવામાં આવશે. સમાચાર અનુસાર શાલેનબર્ગે કહ્યું કે અમે પાંચમી લહેર ઇચ્છતા નથી. ઓસ્ટ્રિયાએ શરૂમાં ફક્ત તે લોકો માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શરૂઆત કરી હતી. જેનું વેક્શીનેશન થયું નથી પરંતુ સંક્રમણના કેસ વધતાં સરકારે તમામ માટે તેને લાગૂ કરી દીધું છે.
રાષ્ટ્રવ્યાપી લોકડાઉન શરૂમાં ૧૦ દિવસ સુધી ચાલશે,પરતું જાે ૧૦ દિવસમાં કોરોનો કેસ કાબુમાં નહી આવે તો વધુમાં વધુ ૨૦ દિવસ સુધી વધારવામાં આવી શકે છેપઓસ્ટ્રિયાના સ્પેશિયલ કેર ડોક્ટરોએ સરકારના આ ર્નિણયનું સ્વાગત કર્યું છે.ગત સાત દિવસથી દેશમાં સંક્રમણના દરરોજ ૧૦ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.અને આ મહામારીથી થનાર મોતઓ આંકડો વધી રહ્યો છે. ઓસ્ટ્રિયામાં અત્યાર સુધી આ વાયરસથી ૧૧,૫૨૫ લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાના સંક્રમણ ઘટાડવા માટે હવે રસીકરણ પર ભાર આપવામાં આવશે. તેમજ જે લોકો વેક્સીનેશનથી મનાઇ કરે છે,તેમને દંડ ફટકારવામાં આવશે.HS