Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયન એર ફોર્સમાં મોડાસાના યુવકની પસંદગી

પાલનપુર: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ટચુકડા પહાડપુર ગામમાં આજે ઉજવણીનો માહોલ છે. કારણ કે મૂળ આ ગામના યુવકની ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલટ તરીકે નિમણૂક થઈ છે. ૨૧ વર્ષના ઈન્ડો-ઓસ્ટ્રેલિયન વ્રજ પટેલનું રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સમાં ફાઈટર પાયલટ તરીકે પ્રમોશન થયું છે, જે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સની એરિયલ વેલફેર બ્રાન્ચ છે. વ્રજ ફિઝિક્સ અને ગણિતના શિક્ષક વિમલ પટેલનો દીકરો છે, જેઓ બે દશકા પહેલા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા.

‘મારા પ્રપૌત્રને ધોરણ ૧૨માં ૯૭ ટકા આવ્યા હતા અને બાદમાં તે રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સમાં જાેડાયો હતો, તેમ વ્રજના દાદા અને પહાડપુર ગામમાં આવેલી સર્વોદય સ્કૂલના બાયોલોજી લેબ આસિસ્ટન્ટ નટુ પટેલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું. મારો દીકરો અને તેનો પરિવાર છેલ્લા ૧૯ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છે. અમને ગર્વ છે કે, મારો પ્રપૌત્ર હવે પ્રતિષ્ઠિત ફાઈટર પાયલટ છે’, તેમ પટેલે કહ્યું હતું. જેમના પીએચડીની ડિગ્રી ધરાવતા પુત્ર વિમલ પટેલ ઓસ્ટ્રોલિયા શિફ્ટ થતાં

પહેલા વલ્લભવિદ્યાનગરમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ધોરણ ૧૨માં ૯૭ ટકા મેળવ્યા બાદ વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયાની એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગમાં જાેડાયો હતો. આ વ્રજની મહેનત અને સમર્પણ હતું, જેણે તેને આ સ્તર સુધી પહોંચાડ્યો. આરએએએફમાં પસંદગી પામ્યા બાદ, વ્રજે કામ કરવાનું યથાવત્‌ રાખ્યું હતું અને ગઈકાલે જ ફાઈટર એરક્રાફ્ટના પાયલટ અધિકારી તરીકે તેની નિમણૂક થઈ, તેમ પરિવારના નજીકના એક સંબંધીએ જણાવ્યું હતું. આ ગામમાં જ્યારથી વ્રજના પ્રમોશનના સમાચાર ફેલાયા છે, ત્યારથી ગ્રામજનો મીઠાઈની વહેંચણી કરી રહ્યા છે. બીજી તરફ પટેલ પરિવારને સતત અભિનંદનના મેસેજ મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.