ઓસ્ટ્રેલિયન સંસદનો સેક્સ વીડિયો લિક થતા હોબાળો
કેનબરા: ઓસ્ટ્રેલિયન સંસદની અંદર સાંસદો અને કર્મચારીઓના સેક્સ અને માસ્ટરબેટનો વિડીયો લીક થવાના કારણે હોબાળો મચી ગયો છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન સ્કોટ મોરિસનની સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પહેલા પણ સંસદની અંદર એક મહિલા કર્મચારી સાથે બળાત્કારની ઘટના ચર્ચામાં રહી હતી. આ દરમિયાન નવા કાંડનો ખુલાસો થયા બાદ સરકારે તાત્કાલિક પોતાના એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.
ઓસ્ટ્રેલિયાની સંસદની અંદર શૂટ કરવામાં આવેલા આ સેક્સ વિડીયોને એક ગ્રૂપ ચેટ પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી કોઈએ તેને લીક કરી દીધો છે. મીડિયામાં આ વિડીયો અંગે ખુલાસો થયા બાદ હોબાળો મચી ગયો છે. વાઈરલ થઈ રહેલા આ વિડીયોમાં એક વ્યક્તિ તો મહિલા સાંસદના ડેસ્ક પાસે જઈને માસ્ટરબેટ કરી રહ્યો છે. વિડીયો લીક કરનારની ઓળખ ટોમ તરીકે થઈ છે.
તેણે જણાવ્યું છે કે સરકારી કર્મચારી અને સાંસદ સંસદના પ્રાર્થના હોલનો ઉપયોગ સેક્સ કરવા માટે કરતા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે સેક્સ વર્કરને સંસદની અંદર લાવવામાં આવી હતી જેથી ગઠબંધન સરકારના સાંસદોને ખુશ કરવામાં આવે.
ટોમે જણાવ્યું હતું કે, કર્મચારીઓ વચ્ચે અવારનવાર અશ્લિલ તસ્વીરોનું આદાન-પ્રદાન થતું હતું. આ એટલું બધુ વધારે થઈ ગયું હતું છે કે તેઓને તેની લત લાગી ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આ પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદ પણ સામેલ છે. મહિલા મામલાની મંત્રી મરિસે પાયનેએ જણાવ્યું હતું કે, સરકારે આ સમગ્ર મામલાની તપાસ કરાવવી જાેઈએ. નાગરિકોની નારાજગીથી બચવા માટે સરકારે સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની જાહેરાત કરી દીધી છે.