ઓસ્ટ્રેલિયાએ તૈયાર કરેલા કાયદાથી મુસલમાનોને બેચેની

સિડની, ઓસ્ટ્રેલિયા એક એવો કાયદો લાવવા જઈ રહ્યું છે જેનાથી ત્યાં રહેતા મુસલમાનોની બેચેની વધી ગઈ છે. સ્કોટ મોરિસન સરકારના આ પગલાંથી મુસ્લિમ સંગઠનો ખુબ નારાજ છે. આ ઈસ્લામિક સંગઠનોનું કહેવું છે કે સરકારનો ‘ધાર્મિક ભેદભાવ કાનૂન પહેલેથી હાંસિયામાં પડેલા મુસ્લિમ સમુદાયની મુશ્કેલીઓ વધારી શકે છે.
કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર ભેદભાવની મંજૂરી આપે છે. જાે કે સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે કાયદો ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.
ઓસ્ટ્રેલિયાના ત્રણ પ્રમુખ મુસ્લિમ સંગઠનો બિલના તે ભાગનો વિરોધ કરી રહ્યા છે જે કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા કારણોથી કોઈ વ્યક્તિનો બીજા વ્યક્તિના ધાર્મિક વિશ્વાસ કે ગતિવિધિના આધાર પર તેની સાથે ભેદભાવ કરવું ગેરકાયદેસર નથી. જાે કે બિલમાં કહેવાયું છે કે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવનું આચરણ ત્યારે જ કરાશે જ્યારે તે અધિકારીના કામમાં યોગ્ય રીતે જરૂરી હશે. ઓસ્ટ્રેલિયન મુસ્લિમ એડવોકેસી નેટવર્કએ સરકારના આ ર્નિણય પર નારાજગી જાહેર કરતા કહ્યું કે પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય પર ભારે બોજાે નાખે છે જે પહેલેથી હાંસિયા પર છે અને વધુ પડતો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે.
નેટવર્કે આ મામલે માનવાધિકારો પર સંસદની સંયુક્ત સમિતિને લખ્યું છે કે અધિકારીઓ દ્વારા સમુદાયના લોકો સાથે તેમના વિશ્વાસના આધાર પર ભેદભાવ કરવાનો કોઈ કાનૂની ઔચિત્ય નથી. તેમનું કામ હિંસાના જાેખમનું આકલન કરવું અને તેની રોકથામ કરવાનું છે. આ બાજુ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયાના તમામ લોકોને આશ્વાસન આપ્યું છે કે પ્રસ્તાવિત કાયદો ઓસ્ટ્રેલિયાના લોકોને ભરોસો આપશે.
તે તેમને પોતાની જાત ઉપર અને પોતાના દેશ પર વિશ્વાસ રાખવાની તાકાત આપશે. સરકારે એવો તર્ક આપ્યો છે કે ધાર્મિક માન્યતાઓ અને જાહેર જીવનના અન્ય ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે બિલમાં વિસ્તારની જરૂર છે. આ બાજુ છસ્છદ્ગ એ તર્ક આપ્યો કે બિલના બીજા ભાગોમાં ભેદભાવથી એક ખુબ જરૂરી સુરક્ષા પ્રદાન કરાઈ છે. પરંતુ તેનો એક્સેપ્શન ક્લોઝ (અપવાદ) કાયદા પ્રવર્તન માટે એક ખતરનાક સંકેત છે.SSS