ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લાવવામાં આવી ૨૯ પ્રાચીન મૂર્તિઓ, મોદીએ દેશની ધરોહરને નજીકથી નિહાળી
નવીદિલ્હી, ભારત ફરી એકવાર ઐતિહાસિક મહત્વ ધરાવતી ૨૯ પ્રતિમાઓ ઓસ્ટ્રેલિયાથી પરત લાવ્યું છે. તેમાં ભગવાન શિવ, તેમના શિષ્યો, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરા, ચિત્ર અને સુશોભન વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ પ્રાચીન વસ્તુઓ જુદા જુદા સમયની છે. તે ૯-૧૦ સદી એડી સુધીની છે. આ મુખ્યત્વે રેતીના પથ્થર, આરસ, કાંસ્ય, પિત્તળ અને કાગળમાં કોતરવામાં આવેલા મૂર્તિઓ અને પેટિંગ છે. આ પ્રાચીન શિલ્પો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના છે. સોમવારે પરત આવેલ મૂર્તિઓ અને પેટિંગનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું.
પાછલા વર્ષમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી ૨૦૦ થી વધુ પ્રાચીન મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ ફેબ્રુઆરીએ ‘મન કી બાત’માં ભારતની પ્રાચીન મૂર્તિઓનો ઉલ્લેખ કર્યો હતો.
View this post on Instagram
તેમણે કહ્યું હતું કે આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યે અમારી જવાબદારી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ૨૦૧૩ સુધી માત્ર ૧૩ મૂર્તિઓ જ ભારતમાં લાવવામાં આવી શકી હતી, પરંતુ છેલ્લા સાત વર્ષમાં ૨૦૦થી વધુ કિંમતી મૂર્તિઓને સફળતા સાથે ભારત પરત લાવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આ મૂર્તિઓ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, હોલેન્ડ, કેનેડા, સિંગાપોર અને જર્મની જેવા દેશોમાંથી પરત લાવવામાં આવી છે. થોડા સમય પહેલા કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિ પરત લાવવામાં આવી હતી. આ પછી ૧૦મી સદીની દુર્લભ નટરાજની પ્રતિમાને લંડનથી રાજસ્થાન લાવવામાં આવશે. આ મૂર્તિ બરૌલીના પ્રાચીન ઘાટેશ્વર મંદિરમાંથી ૧૯૯૮માં ચોરાઈ હતી. હવે આ મૂર્તિને એ જ મંદિરમાં સ્થાપિત કરી શકાશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં, સંસ્કૃતિ પ્રધાન જી કિશન રેડ્ડીએ માહિતી આપી હતી કે એક દાયકા પહેલા તમિલનાડુમાંથી ચોરાયેલી ભગવાન હનુમાનજીની ૫૦૦ વર્ષ જૂની મૂર્તિને ઘરે લાવવામાં આવી હતી. યુ.એસ. હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા પુનઃપ્રાપ્ત કરાયેલ ચોરાયેલી પ્રતિમાને ૨૩ ફેબ્રુઆરીના રોજ યુએસ ચાર્જ ડી અફેર્સ દ્વારા કેનબેરામાં ભારતીય હાઈ કમિશનને સોંપવામાં આવી હતી.HS