ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું નિધન
નવી દિલ્હી, ક્રિકેટ જગતમાંથી સૌથી દુખભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને વિશ્વના મહાન સ્પિનરોમાં સામેલ શેન વોર્નનું હાર્ટ એટેકને કારણે ૫૨ વર્ષની ઉંમરે નિધન થયું છે. શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૮ વિકેટ ઝડપી હતી. આ સિવાય વનડે કરિયરમાં તેના નામે ૨૯૩ વિકેટ છે. શેન વોર્નનો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૬૯માં થયો હતો.
શેન વોર્નના નિધન સમાચાર મળતા ક્રિકેટ જગતમાં શોકની લહેર જાેવા મળી છે. અનેક પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે વોર્ન થાઈલેન્ડમાં હતા અને ત્યાં તેમને હાર્ટ એકેટ આવ્યો. ત્યારબાદ તેમનું નિધન થયુ છે.
શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે ૧૯૯૨માં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. ઓસ્ટ્રેલિયા માટે શેન વોર્ને ૧૪૫ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે ૭૦૮ વિકેટ ઝડપી છે. શેન વોર્નને બોલ ઓફ ધ સેન્યુરી માટે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય શેન વોર્ને ૧૯૧ વનડે મેચમાં ૨૯૩ વિકેટ ઝડપી હતી.
તો આઈપીએલમાં શેન વોર્ને ૫૫ મેચમાં ૫૭ વિકેટ ઝડપી હતી. શેન વોર્ન આઈપીએલ-૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતા, ત્યારે રાજસ્થાનની ટીમ આઈપીએલમાં ચેમ્પિયન બની હતી. શેન વોર્ને પોતાની છેલ્લી ટેસ્ટ ૨૦૦૭માં રમી હતી. ૧૯૯૯માં તે ઓસ્ટ્રેલિયાનો વાઇસ કેપ્ટન બન્યો, પરંતુ ક્યારેય કેપ્ટન બનવાની તક મળી નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ વોર્ને પ્રથમવાર આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની કમાન સંભાળી અને પ્રથમ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી.
શેન વોર્ને તેની રમતથી વિશ્વને જેટલું પ્રભાવિત કર્યું છે તેટલું જ તેના વિવાદો સાથો નાતો રહ્યો હતો. ૧૯૯૮ માં વોર્નને બુકીને માહિતી આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૨૦૦૩ વર્લ્ડ કપના થોડા દિવસો પહેલા, પ્રતિબંધિત પદાર્થોના સેવન માટે દોષિત ઠર્યા બાદ તેને ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.SSS