ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રોહિત શર્માની તૈયારી શરૂ
બેંગલુરૂ: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ રોહિત શર્માએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમા પોતાની ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી છે. રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની સીમિત ઓવરોની ટીમનો ભાગ નથી અને પસંદગીકારોએ મુંબઈ ઈન્ડિયન્સ માટે ફાઇનલ સિવાય બે ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ રમ્યા બાદ તેને સંશોધિત ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો હતો. રોહિતે પરંતુ કહ્યુ કે, તે ઠીક છે
પરંતુ બીસીસીઆઈને લાગ્યુ કે, તેને આઈપીએલ દરમિયાન થયેલી હેમસ્ટ્રિંગની ઈજામાંથી મુક્ત થવા વધુ સમયની જરૂર છે, જેથી તેની ફિટનેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. મુંબઈની ટીમે ફાઇનલમાં શાનદાર જીત હાસિલ કરી જેમાં રોહિતે ૬૮ રનની આક્રમક ઈનિંગ રમી હતી. રોહિતની ફિટનેસ ખુબ મહત્વની બની ગઈ છે,
કારણ કે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ બાદ ઉપલબ્ધ હશે નહીં. તે પોતાના બાળકના જન્મ માટે પત્ની અનુષ્કા શર્માની સાથે રહેવા સ્વદેશ પરત ફરશે. બુધવારે સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ મુખ્ય પસંદગીકાર સુનીલ જોશી અને એનડીએ પ્રમુખ રાહુલ દ્રવિડની દેખરેખમાં બોલિંગ કરી હતી.
તે ઈજા થયા બાદ એનસીએમાં રિહેબિલિટેશનની પ્રક્રિયામાં છે. ઇશાંત અને રોહિત એક સાથે ઓસ્ટ્રેલિયા રવાના થશે અને ટીમ સાથે જોડાયા પહેલા ૧૪ દિવસ ક્વોરેન્ટીનમાં રહેશે.