ઓસ્ટ્રેલિયાના બીચ પર ફસાઈ સેંકડો વ્હેલ
નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ વ્હેલની નજીક જાઓ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વયંસેવકો ૧૪૦થી વધુ વ્હેલને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે
નવી દિલ્હી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે ૧૬૦ થી વધુ વ્હેલ ફસાઈ ગઈ છે. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પાર્ક્સ એન્ડ વાઈલ્ડલાઈફ ઓથોરિટી ડીબીસીએએ જણાવ્યું હતું કે પર્થથી લગભગ ૨૫૦ કિમી દક્ષિણમાં ડન્સબરો નજીક છીછરા પાણીમાં મોટી સંખ્યામાં વ્હેલ ફસાઈ હતી.ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલ એબીસીએ ડીબીસીએના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે બપોર સુધીમાં ૨૬ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વયંસેવકો ૧૪૦થી વધુ વ્હેલને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.દરમિયાન, કટોકટી સેવાઓએ કિનારા પર ફસાયેલી લગભગ ૨૦ વ્હેલના અન્ય જૂથને બચાવવા માટે બોટનો ઉપયોગ કર્યો હતો. લગભગ ૧૧૦ વ્હેલનું બીજું જૂથ પણ દરિયાકાંઠેથી થોડે દૂર ઊંડા પાણીમાં જોવા મળ્યું હતું.પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ વ્હેલને જીવંત રાખવા માટે તેમના પર પાણી રેડવા માટે બીચ પર પહોંચી રહ્યા છે.
જો કે, સ્થાનિક અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ વ્હેલનો સંપર્ક કરે.”અમે જાણીએ છીએ કે લોકો મદદ કરવા માંગે છે, પરંતુ અમે લોકોને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને ડ્ઢમ્ઝ્રછ સ્ટાફના નિર્દેશ વિના પ્રાણીઓને બચાવવાનો પ્રયાસ ન કરો કારણ કે આના પરિણામે પ્રાણીઓને વધુ ઈજા થઈ શકે છે,” સત્તાવાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.ઘટનાસ્થળે રહેલા દરિયાઈ નિષ્ણાત ઈયાન વાઈસે રેડિયો એબીસી પર્થને જણાવ્યું કે ઘણી વ્હેલ મૃત્યુ પામી ચૂકી છે. બાકીના લોકો સંઘર્ષ કરી રહ્યા છે અને થોડા કલાકોમાં મૃત્યુ પણ થઈ શકે છે. તે ભયંકર છે.ss1