ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ નીડલ વગરની કોરોના વેક્સીન બનાવી
સિડનીઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્ચો છે. અનેક લોકો કોરોનાની મહામારીમાં ભયંકર રીતે સપડાયા છે. સાથે સાથે દુનિયાના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો કોરોના સામે લડવા માટે નવી નવી પદ્ધતિઓ શોધવામાં લાગી રહ્યા છે. અનેક કંપનીઓ વેક્સીન બનાવવામાં પણ લાગી ગઈ છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી પણ કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ હવે નીડલ (સોઈ) વગરની કોરોના વેક્સીન તૈયાર કરી છે. હવે આ વેક્સીનનો ટ્રોયલ શરૂ થશે. આ વેક્સીન ડીએનએ ઉપર આધારીત છે. આ વેક્સીનના ટ્રાયલ માટે 150 લોકો પોતોના નામ મોકલી ચૂક્યા છે.
સિડની યુનિવર્સિટીના એક્સપર્ટ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીનને એક એર જેટ મશીન થકી વ્યક્તિની સ્કીનમાં નાંખવામાં આવશે. આ ડિવાઈસને ફાર્મોજેટ નામથી ઓળખવામાં આવે છે. ડોક્ટર ગિન્ની મેન્સબર્ગના જણાવ્યા પ્રમાણે ઈન્જેક્શનની તુલનાએ ફાર્માજેટ થકી આપવામાં આવેલી વેક્સીન વધારે અસરકાર થઈ શકે છે.