ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે જતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે લાલ જાજમઃ તમામ સુવિધા અપાશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાતના વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવા જવાનો ખાસ્સો ક્રેઝ છે. જેમાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા અને ઓસ્ટ્રેલિયા છે. આ સ્થિતિમાં ઓસ્ટ્ર્લિય સરકારેે ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિશેષ સુવિધા આપવાની જાેગવાઈ કરી છે.
ઓસ્ટ્રેલિયામાં રહીને અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ કોવિડને કારણે નિશ્ચિત સમયમાં પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા કે જેમને વર્ક પરમીટ હતી. પરંતુ તેેનો ઉપયોગ કરી શક્યા નહોતા. એવા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા વીઝા ફી માફી અને વીઝા ફી રીફંડ આપવાની પણ જાેગવાઈ કરવામાં આવી રહી છે. સાથે સાથે વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં તમામ સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થાની પણ ખાતરી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં ફરીથી આકર્ષવા માટેે ઓસ્ટ્રેેલિયન સરકારની એજન્સી ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનના સીનિયર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશ્નર ડો.મોનિકા કેનેડીની આગેવાનીમાં ખાસ રોડ શો કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે ખાસ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. જેમાં જે વિદ્યાર્થીઓને કોવિડને કારણે નિશ્ચિત સમયમાં તેમનો અભ્યાસ પૂરો થયો ન હોય એવા વિદ્યાર્થીઓ માટેે વીઝા ફી માફીની યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ ઉપરાંત અભ્યાસ બાદ વિદ્યાર્થીને બે વર્ષની વર્ક પરમીટ મળતી હોય છે. પરંતુ આ સમય દરમ્યાન તેઓ કોવિડનેે કારણે કામ કરી શક્યા નથી તેમને પણ સરકાર દ્વારા ખાસ સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવી ઘણા યોજનાઓ અમલી બનાવી છે.