ઓસ્ટ્રેલિયામાં કોરોનાની રસીનું પરીક્ષણ અટકાવાયું
મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસની રોકથામ માટે વિકસીત કરવામાં આવી રહેલ એક રસીનું કલિનિકલ ટ્રાયલ બંધ કરવામાં આવ્યું છે આ પગલુ પરીક્ષણમાં ભાગ લેનારાઓને રસી આપ્યા બાદ તપાસમાં એચઆઇવી સંક્રમિત જાેવા મળ્યુ હતું જાે કે તે હકીકતમાં તેનાથી સંક્રમિત ન હતાં.
કવીસલૈંડ વિશ્વ વિદ્યાલય અને બાયોટેક કંપની સીએલએલ દ્વારા વિકસીત કરવામાં આવી રહેલ કોવિડ ૧૯ રસીનું કામ બંધ કરવામાં આવ્યું છે.સીએસએલે ઓસ્ટ્રેલિયાના શેર બજારને એક નિવેદનમાં આ બાબતમાં જણાવ્યું અને કહ્યું કે તે કિલનિકલ ટ્રાયલ રોકી દેશે
ઓસ્ટ્રેલિયા સરકારે રસીની ૫.૧ કરોડ ખોરાક ખરીદવા માટે ચાર રસી નિર્માતાઓથી કરાર કર્યા છે આ કંપની પણ તેમાંથી એક હતી. સીએસએલને એક નિવેદનમાં કહ્યું કે પરીક્ષણમાં ભાગ લેનાર ૨૧૬ પ્રતિભાગીઓમાં કોઇ ગંભીર પ્રતિકૂળ અસર જાેવા મળી ન હતી અને આરોગ્યની રક્ષા માટે રસીમાં સારી ઉપાય કરવામાં આવ્યો હતો.
જાે કે પરીક્ષણના પરિણામથી જાણવા મળે છે કે રસીથી બનેલ એટીબોડીના કારણે પ્રતિભાગીઓને એચઆઇવી સંક્રમણની ત્રુટિપુર્ણ પરીણામ આવવા લાગ્યા સીએસએલને કહ્યું કે જાે રાષ્ટ્રીય સ્તર પર રસીનો ઉપયોગ થાત તો સમુદાયની વચ્ચે એચઆઇવી સંક્રમણના ત્રુટિપૂર્ણ પરિણામના કારણે ઓસ્ટ્રેલિયાના લોકઆરોગ્ય પર તેની ગંભીર અસર પડી હોત આ રસીનું પરીક્ષણ જુલાઇથી જ કરવામાં આવી રહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે પરીક્ષણને રોકવું બતાવે છે કે ઓસ્ટ્રેલિયાની સરકાર અને કરારકર્તા ખુબ સાવધાનીથી કામ કરી રહ્યાં છે.HS