Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયામાં ભારત ૪-૦થી ટેસ્ટ સિરીઝ ગુમાવી શકે છે

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યુ કે, ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ૦-૪થી હારનો સામનો કરવો પડી શકે છે. ક્રિકબઝે વોનના હવાલાથી લખ્યુ છે કે, ‘ભારતે મિશેલ સ્ટાર્ક, જાેશ હેઝલવુડ અને પેટ કમિન્સની ત્રિપુટીથી સંભાળીને રહેવું પડશે. તેણે નવા કુકાબૂરા બોલથી રમવુ પડશે. જાે તે તેમ નહીં કરી શકે તો ઓસ્ટ્રેલિયા વધુ મજબૂત અને શક્તિશાળી દેખાશે. પિંક બોલને લઈને તેમણે કહ્યુ, ગુલાબી બોલ ટેસ્ટ આ સિરીઝ માટે મહત્વની હશે.

જાે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા ટીમ જીત હાસિલ કરી લે તો ત્યારબાદ આગામી ત્રણ મેચમાં વિરાટ કોહલી હશે નહીં અને પછી ઓસ્ટ્રેલિયા ૪-૦થી સિરીઝ જીતી શકે છે. વોને કહ્યુ કે, ભારતે જ્યારે ૨૦૧૮-૨૦૧૯મા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ ઘણો સુધાર કર્યો છે.

પરંતુ વોને આ પહેલા પણ કહ્યું હતુ કે, ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં હારનો સામનો કરવો પડી શકે છે પરંતુ તેમની આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ કારણ કે ભારતે વનડે સિરીઝ હાર્યા બાદ ટી૨૦ સિરીઝ ૨-૧થી પોતાના નામે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.