ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ફેસબુક, ઇન્સ્ટા સહિતની એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી
ઓસ્ટ્રેલિયાના હાઉસ આૅફ રિપ્રેઝન્ટેટિવ્સે બિલ પસાર કર્યું, ૩૩ મિલિયન યુએસ ડોલર સુધીના દંડની જોગવાઈ
ઓસ્ટોલિયા,
આજના સમયમાં બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એક તરફ જ્યાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટે જીવનને સરળ બનાવ્યું છે તો બીજી તરફ તે બાળકો માટે ખતરનાક બન્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઈન ગેમ્સ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવી એપ્સે બાળકોને આકર્ષ્યા છે. આ સિવાય મોબાઈલ ગેમ્સ બાળકો માટે મનોરંજનનું સાધન બની ગઈ છે, જેના કારણે તેઓ સમયનો ખ્યાલ ગુમાવી બેસે છે અને તેની અસર તેમના માનસિક, શારીરિક અને સામાજિક જીવન પર જોવા મળે છે.
આ જોતા ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ન કરે તે માટે એક બિલ લાવવામાં આવ્યું છે.ઓસ્ટ્રેલિયાના હાઉસ આૅફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે આ બિલ પસાર કર્યું હતું. આ અંતર્ગત TikTko, Faceboko, Snapchat, Reddit, X. Instagram જેવા પ્લેટફોર્મ પર બાળકોને એકાઉન્ટ બનાવવાથી રોકવામાં નિષ્ફળ રહેવા પર ૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ ૩૩ મિલિયન યુએસ ડોલર) સુધીનો દંડ થઈ શકે છે.
સેનેટની મંજૂરી બાદ આ બિલ કાયદો બની જશે. આ બિલની તરફેણમાં ૧૦૨ અને વિરોધમાં ૧૩ વોટ મળ્યા હતા. જો આ અઠવાડિયે બિલ કાયદો બની જાય છે, તો દંડ લાગુ થાય તે પહેલાં બાળકો માટે વય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગુ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે એક વર્ષનો સમય હશે.કાયદો ઘડનારા ડેન તેહાને સંસદમાં જણાવ્યું હતું કે, સરકાર સેનેટમાં સુધારા સ્વીકારવા માટે સંમત છે. આ સુધારાઓમાં ગોપનીયતા સુરક્ષાને મજબૂત બનાવવામાં આવશે. આ હેઠળ, પ્લેટફોર્મને યુઝર્સ પાસેથી પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી ઓળખ દસ્તાવેજો માંગવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે પ્લેટફોર્મ્સ સરકારી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઓળખની માંગ પણ કરી શકશે નહીં.ss1