Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા કાબુલમાં દૂતાવાસ બંધ કરશે, અન્ય દેશો પણ તેમના કર્મચારીઓને પાછા બોલાવશે

લંડન, અફઘાનિસ્તાનથી યુએસ અને નાટો સૈનિકો આખરી ખેપ પણપછી ફરી રહી છે ત્યારે સલામતીને ટાંકીને ઓસ્ટ્રેલિયા આ સપ્તાહમાં રાજધાની કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને યુએસ સૈનિકોની ઘર વાપસીને અમેરિકાના “લાંબા ગાળાના યુદ્ધ” નો અંત જણાવ્યું છે.

ઓસ્ટ્રેલિયાએ મંગળવારે દૂતાવાસને હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી અને આ અઠવાડિયાના અંત સુધીમાં તેનો અમલ પણ થઇ જશે. અફઘાનિસ્તાનની રાજધાનીમાં અન્ય દૂતાવાસોએ પણ બિનજરૂરી કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. અને તેમના નાગરિકોને અફઘાનિસ્તાનનો પ્રવાસ ટાળવાની સૂચના આપી છે

અને અફઘાનિસ્તાનમાં રહેતા નાગરિકોને વહેલી તકે પરત આવવા વિનંતી કરી છે.યુ.એસ. સહિતના ઘણા દેશોએ તેમના દૂતાવાસોમાંથી બિન-આવશ્યક કર્મચારીઓને પરત બોલાવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. ગયા મહિને યુ.એસ.એ તેના બિનજરૂરી કર્મચારીઓને ઘરે પરત ફરવાનો આદેશ આપ્યો હતો.

આ દૂતાવાસો કહેવાતા ઉચ્ચ રક્ષિત ‘ગ્રીન ઝોન’ માં કાબુલમાં હાજર છે. મોટી દિવાલો, કાંટાળા તાર અને લોખંડના દરવાજાથી ઘેરાયેલા આ દૂતાવાસો લોકોની નજરથી બહુ દુર છે. આ ઇમારતોની સલામતી માટે પાટનગરના માર્ગો પરનો ટ્રાફિક પણ બંધ કરાયો છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું છે કે તે દૂતાવાસોને સુરક્ષા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ સરકારની સુરક્ષા પૂરી પાડવાની ક્ષમતા અંગે સવાલો ઉભા થયા છે.

ઓસ્ટ્રેલિયન સરકારના સાંસદ અને ભૂતપૂર્વ રાજદ્વારી દવે શર્માએ કહ્યું હતું કે દૂતાવાસ બંધ કરવા પાછળનું કારણ “કામચલાઉ છે અને હકીકતમાં તે અમારા સુરક્ષા કર્મચારીઓ ઘર વાપસી બાદ કર્મચારીઓની સુરક્ષા સાથે સંબંધિત છે. કાબુલના રાજનીતિક વિશ્લેષક અબ્દુલ્લા બહિર એ ઓસ્ટ્રેલીયા દ્વારા દૂતાવાસને બંધ કરવા અને અન્ય દૂતાવાસો માંથી કર્મચારીઓને પાછા બોલાવવાના ર્નિણયની નિંદા કરી છે.

અને જણાવ્યું હતું કે, આ ર્નિણય થી લોકોને સુરક્ષા પૂરી પાડવાની અફઘાન સરકારની ક્ષમતા પર સવાલો ઉભા કરે છે.જાે કે, તાલિબાનના રાજકીય પ્રવક્તા સુહેલ શાહિને કહ્યું હતું કે તેઓ રાજદ્વારીઓને નુકસાન પહોંચાડશે નહીં અને તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સહયોગ કરશે. તેમણે કહ્યું, “તેઓએ ચિંતા ન કરવી જાેઈએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.