ઓસ્ટ્રેલિયા જવાના કાગળ છે, કહી ડીવોર્સ પેપરમાં સહી કરાવી લીધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/signature-1024x1024.jpg)
પ્રતિકાત્મક
સુરત, ભરણપોષણની અરજીના એક અત્યંત વિચિત્ર કેસમાં કોર્ટે પતિને રૂપિયા ૧૫ હજાર દર મહિને ચૂકવવાનો હુક્મ કર્યાે હતો. ફરિયાદી પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જાેષીએ અનેક બાબતો પ્રત્યે કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે એક રાત્રિએ પતિના ફોનમાં અજાણી મહિલાનો મેસેજ આવ્યો ગુન નાઈટ, આઈ લવ યુ આથી ડઘાઈ ગયેલા પતિએ પત્નીને પહેલાં પિયર મોકલી આપી અને બાદમાં ઓસ્ટ્રેલિયા જવાનું છે
એમ કહીને છુટાછેડાના પેપર પર સહી કરાવી લીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ઘરેલું હિંસાના કાયદાનો મુખ્ય હેતુ કૌટુંબિક હિંસાને રોકવાનો અને સ્ત્રી ચિંતા મુક્ત જીવન જીવવાના અધિકારને સુનિશ્ચિત કરે છે.