Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયા થનાર ટી-૨૦ વર્લ્ડ કપનું ભાવિ ધૂંધળુ

File

આઈપીએલ માટે યુએઈ ક્રિકેટ બોર્ડની બીસીસીઆઈને ઓફર -આઈપીએલ ૨૯ માર્ચના રોજ યોજાવવાની હતી પરંતુ કોરોનાને કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવી પડી
નવી દિલ્હી,  આઈપીએલની ૧૩મી સિઝન આ વર્ષે રમાશે કે નહીં તે હજુ પણ નિશ્ચિત નથી. ત્યારે હવે અમીરાત ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને ઓફર આપી છે કે તેઓ આ વર્ષની આઈપીએલ ગેમ દુબઈમાં આયોજન કરી શકે છે. આ વર્ષે આઈપીએલ ૨૯ માર્ચના રોજ શરૂ થવાની હતી પરંતુ ૈવૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવી પડી.

ચર્ચા એવી પણ થઈ રહી છે કે, બીસીસીઆઈ ટી-૨૦ વર્લ્ડકપ સ્થગિત થતા ઓક્ટરોબર-નવેમ્બરમાં ખાલી પડેલા વિન્ડોમાં પોતાની આ લીગનું આયોજન કરી શકે છે. કોવિડ-૧૯ને કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનારા ટી-૨૦ વર્લ્ડ કપ પણ અટકી ગયો છે.

યુએઈ ક્રિકેટ બોર્ડના મહાસચિવ મુબાશશિર ઉસ્માનીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ અમીરાત ક્રિકેટ બોર્ડ આઈપીએલનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે. અમારી પાસે અનેક દ્વિપક્ષીય સીરિઝને તટસ્થ સ્થાન પર સફળ આયોજનનો અનુભવ છે. એટલા માટે અહીં આઈપીએલનું આયોજન કરવામાં કોઈ મુશ્કેલી નહીં નડે.

તેમણે કહ્યું કે, આ લીગના સફળ આયોજન માટે અમારી પાસે જ ઉપલબ્ધ સુવિધા છે તે ઉચ્ચ કક્ષાની છે અને એટલા માટે જ અમે આ લીગની યજમાની કરવા તૈયાર છીએ. ઉસ્માનીએ વધુમાં જણાવ્યુંં કે, અમીરાત ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ઇંÂગ્લશ સિઝનની બાકી મેચ અહીં પૂરી કરવાની ઓફર આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.