ઓસ્ટ્રેલીયાથી મંગાવેલ કોલસામાં ભેળસેળ કરી વિશ્વાસઘાત કરનાર ડ્રાઈવરની ધરપકડ
હાંસોટ પોલીસે હાઈવા ગાડી સહિત ૩૧ લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.
બિરલા સેલ્યુલોઝ કંપની ખરચ કે જે ઓસ્ટ્રેલીયા થી મંગાવેલ કોલસામાં બીજી જાતનો કોલસો ભેરસેળ કરી મોકલતા બિરલા સેલ્યુલોઝ દ્વારા વિશ્વાસઘાત ની ફરીયાદ કરતાં હાઈવા ગાડી સહિત ૩૧ લાખ થી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
હાંસોટ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બિરલા સેલ્યુલોઝ કંપની ખરચ કે જે ઓસ્ટ્રેલીયા થી મંગાવેલ કોલસો જહાજ મારફતે દહેજ અદાણી પોર્ટ ઉપર ઉતારવામાં આવેલ અને દહેજ પોર્ટથી બિરલા કંપની ખરચ લાવવા કે.લોગ ગ્લોવર પ્રાઈવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ સાથે કંપનીએ કરાર કરેલ તથા કે.લોગ ગ્લોવર પ્રા.લિ.ટ્રાન્સપોર્ટ ની હાઈવા ગાડી નંબર જીજે ૧૬ એવી ૧૦૦૨ માં ગત તારીખ ૧૯/૧૨/૨૦૧૯ ના રોજ આરોપી ડ્રાઈવરે ૩૯ ટન કિંમત કોલસો જેની કિંમત રૂપિયા ૧.૭૧ લાખનો દહેજ થી ભરી ખરચ બિરલા કંપની જવા માટે નીકળેલ
તે દરમ્યાન કોલસો બદલી નાખી બીજી જાતનો કોલસો,રાખ,માટી તથા પત્થર હાઈવા ગાડીમાં ભરી બિરલા કંપની પર લઈ જઈ આરોપી ડ્રાઈવર હાઈવા ગાડી મૂકી નાસી જઈ બિરલા કંપની સાથે વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન પહોંચાડતા બિરલા કંપની દ્વારા હાંસોટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવિ હતી.જે બાદ ફરીયાદ ના આઘારે હાંસોટ પોલીસે હાઈવા તથા કોલસા મળી ૩૧ લાખથી વધુની રકમના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી આ ગુનામાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે માટે વધુ તપાસ હાથધરી છે.