ઔડાના મકાન અપાવવાના બહાને ૩ર લાખની છેતરપીંડી: પ સામે ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઘરવિહોણાં અને કાચા મકાનોમાં રહેતા ગરીબ તથા મધ્યમવર્ગના નાગરીકો માટે નવા મકાનો બનાવવામાં આવ ીરહયા છે અને નાગરીકોને સસ્તા ભાવમાં પોતાના ઘરના ઘર આપવામાં આવી રહયા છે બીજી તરફ દરેક વખતે શિકારની શોધમાં રહેતી ઠગ ટોળકીઓ હવે ગરીબો- મધ્યમ વર્ગના નાગરીકોને ઔડાના મકાન અપાવવાના બહાને છેતરપીંડી કરવાનો નવો રસ્તો શોધી નાખ્યો છે.
એકાંતરે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મુખ્યમંત્રી અવાસ યોજના ઔડાના મકાન કે અન્ય યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી મોટા પ્રમાણમાં લોકો પાસેથી ઠગાઈ કરવાના કિસ્સા સતત સામે આવી રહયા છે. હજુ અઠવાડીયા અગાઉ જ જુના અમદાવાદ શહેરમાં સ્લમ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદની તપાસ ચાલુ જ છે.
ત્યાં જ મહીલા સહીત પાંચ ગઠીયાઓની ટોળકીએ ઔડાના મકાનો અપાવવાના બહાને બત્રીસ લાખ રૂપિયા મેળવી નાણાં ભર્યાની નકલી ટોકીન, નકલી પહોંચ ઉપરાંત હાઈકોર્ટના બોગસ પત્ર થમાવી દીધા હતા. ઘણાં સમય છતાં મકાનોનું પઝેશન ન મળતાં સરકારી ઓફીસે તપાસ કરતાં રહીશોને પોતે ઠગાયા હોવાની જાણ થઈ હતી.
તેમ છતાં કાયદેસર કાર્યવાહી ન કરતા તેમણે પોતાના રૂપિયા પરત માંગતા ઠગ ટોળકીએ રૂપિયા આપવાને બદલે તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. શાહપુર વનમાળી વાંકાની પોળ ખાતે રહેતા મહંમદ યુનુસ મહમદ ઈબ્રાહીમ પઠાણ મીરઝાપુર દિનબાઈ ટાવર સામે શાંતિસદન એસ્ટેટમાં ખૂશ્બુ પાન પાર્લર નામે પાનનો ગલ્લો ચલાવી ગુજરાન પુરૂ પાડે છે તે અલીહુસેન ઉર્ફે બાદશાહ (રહે. બરખા પાસેની મસ્જીદ શાહપુર)ને સાતેક વર્ષથી ઓળખતા હતા જે મકાનો લે-વેચનું કામ કરે છે બે વર્ષ અગાઉ યુનુસભાઈને મકાનની જરૂર હોઈ તેમણે અલી હુસેનભાઈને આ અંગેની વાત કરી હતી.
જેથી અલી હુસેને તેમને ઔડાના મકાન અપાવવાની વાત કરી હતી બાદમાં અલીહુસેન તથા તેની પત્ની નાઝનીન યુનુસભાઈને લઈને ઉસ્માનપુરા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફીસે ગયા હતા જયાં થોડીવાર ફેરવ્યા બાદ રાકેશ સથવારા ઉર્ફે પરમાર સાહેબ નામના શખ્સ સાથે ઓળખાણ કરાવી તેની કોર્પોરેશનના અધિકારી તરીકેની ઓળખ આપી હતી રાકેશ સથવારાએ મકાનની કિંમત એક લાખ સિત્તેર હજાર રૂપિયા તથા દરેક મકાન પેટે પચાસ હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું.
સસ્તા ભાવમાં મકાન મળવાની વાતમાં આવી જઈ યુનુસભાઈએ તેમના અન્ય સગાને પણ આ અંગે વાત કરતા બાર લોકો મકાન લેવા તૈયાર થયા હતા અને અલીહુસેન તેની પત્નિ નાઝનીન, રાકેશ સથવારા ઉપરાંત સાહીદ ઉર્ફે બાબા મન્સુરી (રહે. શાહપુર રાજાજીની પોળ)ને ટુકડે ટુકડે બત્રીસ લાખ અડતાલીસ હજાર જેટલાં રૂપિયા આપ્યા હતા જેની આ ઠગ ટોળકીએ પહોંચો તથા ટોકન પણ આપ્યા હતા.
વધુ નકલી દસ્તાવેજા તૈયાર કરીને આ ગઠીયાઓએ હાઈકોર્ટના પત્રો પણ યુનુસભાઈ તથા તેમના સગાઓને લાવી આપ્યા હતા જાકે કાગળીયા આપ્યા ઠગાઈનો ભોગ બનનાર બધા જ વ્યક્તિ આધારકાર્ડ, વોટરકાર્ડ વગેરે જેવા દસ્તાવેજા પણ મેળવીને સમગ્ર કાર્ય કાયદેસર હોય તેવી છાપ ઉભી કરી હતી તથા શાહઆલમ ટોલનાકા નજીક મકાનો ફાળવવાનું કહયું હતું બાદમાં અન્ય સ્થળોએ પણ મકાનો બતાવી અંડર કન્સ્ટ્રકશન મકાનોની ચાવીઓ સોંપી હતી અને એક બ્લોકમાં રહેવું હોય તો રાહ જાવી પડશે તેમ કહયું હતું !
જાકે ઘણો સમય થવા છતાં મકાનોનું પઝેશન નહી મળતાં શંકા જતાં યુનુસભાઈએ ઉસ્માનપુરા ઓફીસમાં તપાસ કરી હતી જેમાં રાકેશ સથવારા જેવો કોઈ અધિકારી ન હોવાનું તથા તેમને આપવામાં આવેલી ટોકન, પહોંચ તથા હાઈકોર્ટના પત્રો પણ નકલી હોવાનું ખુલ્યુ હતું જેથી યુનુસભાઈ સહીતના લોકોએ અલીહુસેન પાસે રૂપિયા પરત માંગ્યા હતા. શરૂઆતમાં રૂપિયા આપવાની વાત કર્યા બાદ અલીહુસેને ‘રૂપિયા માંગવા ન આવતા નહી તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકીઓ આપી હતી.
ઉપરાંત સલીમ ફોરમેન (રહે. ખાનપુર, કલ્યાણીવાસ) નામનો ગુંડો પણ તેમના પાનના ગલ્લે જઈને પૈસા કે મકાનો ભુલી જજા તમારી ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ છે તેવી ધમકીઓ આપતા ટોળકીનો ભોગ બનનાર લોકો ગભરાઈ ગયા હતા અને છેવટે કારંજ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. બારેક જેટલાં લોકો સાથે બત્રીસ લાખની છેતરપીંડી થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને અલીહુસેન અને તેની ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ઉપરાંત અલીહુસેને અન્ય કોઈની સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવ્યા છે કે નહી તે અંગેની પણ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આવી ઘણી ઠગ ટોળકીઓ શહેરમાં સક્રિય હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આવી રહી ઠગાઈની ફરીયાદ મળ્યા બાદ પોલીસ સફાળી જાગે છે અને બાદમાં ગઠીયાઓને પકડવા દોડે છે એ ઘોડા નીકળી ગયા બાદ તબેલે તાળા મારવા જેવું કાર્ય કરે છે આવી ટોળકીઓ કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ તેમને ઝડપી લેવા માટે પોલીસે કે સરકારી તંત્રનું કોઈ આયોજન જ હોતું નથી.
પોલીસ ફરીયાદ બાદ ગઠીયાઓ પકડાય ત્યારે પણ તેઓ રૂપિયા સગેવગે કરી ચુકયા હોય છે. બાદમાં કેસો લાંબા સમય સુધી ચાલયા કરે છે. જાકે આમાં ભોગ બનનાર ગરીબ મધ્યમવર્ગના નાગરીકોને પોતાના મહેનતના રૂપિયા પરત મળે એવું ભાગ્યે જ બનતું હોય છે.