ઔડાના વિસ્તારોમાં રખડતા પશુનો ત્રાસ, પકડવાની વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ
(એજન્સી) અમદાવાદ, શહેરની મ્યુનિસિપલ હદની નજીક આવેલા ગામોમાં ઘણા સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. અનેક લોકોને શિંગડેે ભરાવવા પછાડીને ઈજા પહોંચાડવા સહિતના બનાવો બન્યા છે. છતાં તેંત્ર લાચાર બનીનેે બેસી રહ્યા છે. જેનું કારણ એવુૃ છે કે મ્યુનિસિપલ વિસ્તારમાં ઢોર પકડાય નહીં અને બીજી બાજુ ઔડા પાસે એવી કોઈ વ્યવસ્થા પણ ન હોવાથી પશુ માલિકો તેનો ફાયદો ઉઠાવે છે.
અમદાવાદ શહેર અને આસપાસના ગામોમાં જાહેર રોડ ઉપર રખડતા પશુઓનો અસહ્ય ત્રાસ છે. મ્યુનિસિપલનંુૃ ઢોર પકડ ખાતુ સમયાંત્તરે કામગીરી પણ કરે છે. પરંતુ પશુ માલીકો મ્યુનિસિપલ અને ઔડાની હદનો ફાયદો ઉઠાવતા હોવાથી રખડતા પશુઓ મામલે નકકર કામગીરી થતી નથી.
શહેર આસપાસના કેટલાંક ગામોના સરપંચોએ જણાવ્યુ હતુ કે જ્યારે મ્યુનિસિપલનુંં ઢોર પકડ ખાતુ આવે એ પહેલાં પશુઓને મ્યુનિસિપલની હદ બહારના પહેલા ગામમાં હાંકી જવાય છે. જેના લીધે કાર્યવાહી કરી શકાતી નથી. ગામડાઓ ઔડામાં આવતા હોવાથી પશુઓને પકડવા કે તેના પર અંકુશ રાખવામાં ઔડા પાસે કોઈ સિસ્ટમ જ નથી.
ઔડામાં કોઈ ફરીયાદ કરે તો ગ્રામ પંચાયતને જણાવી દેવા કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં કોઈ નાગરીક ફરીયાદ કરવા જાય તો એક સરખો જ જવાબ મળે છે કે રખડતા પશુઓને પકડવા માણસો નથી, અને આવા પશુઓને રાખવા ડબ્બો પણ નથી. આઝાદીથી અત્યાર સુધી દરેક ગ્રામ પંચાયતમાં પશુઓ માટે ડબ્બો રહેતો કે જ્યાં રખડતા પશુઓને પુરીને રાખી શકાય.પરંતુ શહેરની આસપાસની જમીનોના ભાવો આસમાને પહોંચતા પશુઓના ડબ્બા પણ નેસ્તનાબુદ થઈ ગયા છે. (એન. આર)