ઔડા દ્વારા પહેલીવાર સાણંદમાં આવાસ યોજનાના મકાનો બનશે
(એજન્સી) અમદાવાદ, ઔડા દ્વારા સાણંદમાં ઈડબલ્યુ એસના મકાનો બાંધવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સાણંદમાં પહેલીવાર ઔડાના આવાસો બનશે. સાણંદની ટીપી ૪ એ એફપી ૩૧ પર આ આવાસો બનાવવામાં આવશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહુર્ત કર્યુ હતુ.આવાસો માટેની જાહેરાત હજુ થવાની બાકી છે. જાહેરાત થયા બાદ જ ફોર્મ મળી શકશે.
અંદાજીત એક મહિનાની અંદર નવા આવાસો માટે ઔડા દ્વારા જાહેરાત કરવામાં આવશે. જાે કે મેજાેરીટી સિવાય કેટલાંક જરૂરીયાત ને ધ્યાનમાં રાખીને જ અલઆઈજી ના મકાનોમાં રહેવાનુૃ આયોજન કરતા હોય છે. પરંતુ એલ.આઈ. જી.ના મકાનો માટે કોઈ આયોજન સાણંદના આવાસોમાં હજુ સુધી કરાયુ નથી. આ પહેલાં સપ્ટેમ્બર ર૦૧૮માં ઔડા દ્વારા ઈડબલ્યુએસ અને અલઆઈજી ના ૪પપ આવાસ નું આયોજન કરાયુ હતુ. જેમાં ર૦૦ થી વધુ એલઆઈજીના આવાસો હતા પરંતુ સાણંદમાં ફક્ત ઈડબલ્યુ એસના આવાસોનેું જ અત્યાર પુરતુ આયોજન કરવામાં આવ્યુ છે.
ગત વખતે ઈડબલ્યુેએેસના મકાનો માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૩ લાખ હતી જે આ વર્ષે પણ એટલી જ રાખવામાં આવી છે. આ ઉપરાંત રૂા.૧૦૦થી ર૦૦ રૂપિયાની કિૃમતમાં ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાણંદમાં અત્યાર પૂરતુ ૭ માળના મકાનો બનાવાવનુૃ આયોજન છે જેને લઈને પ્લાનિંગ ડીપાર્ટમેન્ટ અને અમલીકરણ શાખા દ્વારા ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે.
જાે કે હવેથી ભોગવટો મળે તે હેતુથી ઔડાએ ર૬ મી જાન્યુઆરી એ દસ્તાવેજાે કરી આપવાનો નિર્ણય લીધો છે. જે કારણે આ વખતે વધુ સંખ્યામાં ફોર્મ ભરાય એવી પણ શક્યતાઓ છે. કેમ કે આ પહેલાં ઔડા દ્વારા દસ્તાવેજ કરાવવામા આવ્યા નહોતો. જેથી લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ઔડાએ આ નિર્ણય લીધો છે જેનો લાભ જૂના અને નવા આવાસોના લાભાર્થીઓને પણ થશે.