ઔધોગિક તાલીમ સંસ્થા, રાણીપ ખાતે, 29મીએ એપ્રેન્ટીસ / રોજગાર ભરતી મેળો યોજાશે
આઈ.ટી.આઈ રાણીપ ચેનપુર પેટ્રોલ પંપ સામે, ન્યુ રાણીપ ,અમદાવાદ ખાતે તા.૨૯/૦૧/ ૨૦૨૦ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એપ્રેન્ટીસ /રોજગાર ભરતીમેળા નું આયોજન કરવામાં આવેલ છે. આઈ.ટી.આઈ/ ૧૦ પાસ /૧૨ પાસ ઉમેદવારોએ બાયોડેટા (ત્રણ કોપી), ઓળખપત્ર, એડ્રેસપ્રુફ તથા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ સહિત ઉપસ્થિત રહેવું.
વર્ષ ૨૦૧૯ માં પરીક્ષા આપેલ આઇ.ટી.આઇ પાસ ઉમેદવારો પણ ભરતીમેળામાં ભાગ લઇ શકશે. તેમ આચાર્યશ્રી,ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણીપ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે