ઔરંગાબાદ ગામમાં એક જ પરિવારના ૫ લોકોના મૃતદેહ મળી આવ્યા

ઔરંગાબાદ, હરિયાણાના પલવલમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ઔરંગાબાદ ગામમાં એક જ પરિવારના ૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ પરિવારના સભ્યોએ આત્મહત્યા કરી છે.
હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે પતિ અને પત્ની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે બંનેએ આત્મઘાતી પગલું ભર્યું. તેણે પોતે ઝેર પીતા પહેલા તેના ત્રણ બાળકોને ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો. જે બાદ બંને આત્મહત્યા કરી કરી હતી.
પોલીસ બુધવારે સવારે માહિતી પર પહોંચી અને ત્રણેય બાળકો અને પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસ પડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે.
જાેકે, પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે પતિ -પત્નીએ ફાંસી લગાવી લીધી છે અને બાળકોને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ સિવાય પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પલવલની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.HS