“ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?” કાકાને પાઠ ભણાવવા રાહુલ ભાગી જવાનું નક્કી કરે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/AurBhaiKyaHoRaha-1024x682.jpeg)
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની શાંતિ મિશ્રા કહે છે, “પરિવારના સભ્યો અને મિરઝાની મદદથી મિશ્રા (અંબરીશ બોબી) તેની પત્ની (ફરહાના ફાતેમા)ને સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપે છે, જ્યાં તેઓ પિકનિક પર જાય છે. ખુશીમાં શાંતિ બાળપણની યાદો તાજી કરે છે,
જેમાં તેની કિસમિસ નાની દર વર્ષ તેને પત્ર અને કિસમિસ ખરીદી કરવા માટે રૂ. 11 મોકલતી તે યાદ તાજી કરે છે. બધા જ મજેદાર સમય વિતાવતા હોય છે અને સંગીત ખુરશીની મજા લેતા હોય છે, ત્યારે બિટ્ટુ (અન્નુ અવસ્થી) છેતરપિંડી કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી તેના ભત્રીજા રાહુલને ગુસ્સો આવે છે અને તેઓ બંને લડી પડે છે.
આ પછી રાહુલ સ્વતંત્ર રીતે રહેવા અને તેના કાકાને પાઠ ભણાવવા માટે થોડા દિવસ ઘરમાંથી ભાગી જવાનું નક્કી કરે છે. રાહુલ હોમવર્ક અને એસાઈનમેન્ટ્સ કરવાની તરફેણમાં બાળકોની મદદથી મેન્શન 3 / 13માં છુપાઈ જાય છે. બિટ્ટુ ચિંતિત થઈને તેને શોધવાનું શરૂ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ જાય છે.
મિશ્રા રાહુલને ઠપકો આપે છે, પરંતુ તેનું સંતાન આ વર્ષે કિસમિસ નાનીનો દાખલો આપીને શાંતિને પત્ર લખીને તેના વિશે સચ્ચાઈ જાહેર કરવાની ધમકી આપી છે. મિરઝાને રાહુલ વિશે જાણ થાય છે, પરંતુ તેના છેલ્લા દિવસે શાંતિને નોન- વેજ કબાબ અકસ્માતે આપવા માટે તેના સંતાન દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવે છે. બિટ્ટુ હવે તેના ભત્રીજાને કઈ રીતે શોધી શકશે?”