Western Times News

Gujarati News

કંઈ ન મળ્યું તો ચોર લોખંડનો દરવાજાે ઉખાડીને લઈ ગયા

ફતેહાબાદ, બદમાશો દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવો એ સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક ચોર એવું કૃત્ય કરી નાખે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. હરિયાણાના ફતેહાબાદમાં શહીદ ઉધક સિંહ નગરમાં પણ ચોરોએ આવા જ એક કૃત્યને અંજામ આપ્યો છે, જેને જાેઈને હેરાન તો થઈ જવાય છે પણ સાથોસાથ હસવું પણ આવે છે.

મૂળે, બદમાશોને ચોરી માટે જ્યારે કંઈ પણ વસ્તુ ન મળી તો તેઓ એક ઘરની બહાર લાગેલા લોખંડના દરવાજાને જ ઉખાડીને લઈ ગયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેણે પણ ચોરોની આ હરકતનો વીડિયો જાેયો છે તેઓ હેરાન રહી ગયા છે. બાઇક પર આવેલા ચોર કેવી રીતે પહેલા લોખંડના દરવાજાને ઉતારે છે અને પછી વજનમાં ભારે દરવાજાને બાઇક પર જ લઈને ભાગી જાય છે.

નોંધનીય છે કે, ફતેહાબાદના શહીદ ઉધમ સિંહ નગરમાં ધોળેદિવસે મોટરસાઇકલ સવાર બે નશાબાજ યુવક એક પ્લોટમાં લાગેલા લોખંડના દરવાજાને ઉખાડીને મોટરસાઇકલ પર લઈને ભાગી ગયા. ઉધમ સિંહ નગરમાં રહેતી મહિલા કાંતા દેવીએ જણાવ્યું કે, તેણે પોતાના એક પરિચિતના ખાલી પ્લોટમાં શાકભાવી ઉગાડી હતી અને આ પ્લોટની આગળ લોખંડનો એક અસ્થાયી દરવાજાે લગાવ્યો હતો, જેને બદમાશો ચોરી કરીને લઈ ગયા.

કોલોનીમાં રહેતા અન્ય લોકોનું કહેવું છે કે આ ખાલી પ્લોટમાં સાંજના સમયે અનેક વ્યસની આવે છે અને નશાના ઇન્જેક્શન લે છે. આ બાબતે પોલીસને પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ નશાબાજાે પર કોઈ અસર નથી થતી. લોખંડનો દરવાજાે ચોરી કરીને બાઇક પર ફરાર થયેલા બે યુવકોનો આ વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સીસીટીવીમાં જાેઈ શકાય છે કે, બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિ નીચે ઉતરે છે અને થોડીવાર સ્થિતિનું નિરીક્ષણ કરતો રહે છે. તે સારી તકની રાહ જાેઈ રહ્યો હોય છે. તે પ્લોટની અંદર પણ સતત નજર રાખી રહ્યો છે. જ્યારે તેને મોકો મળે છે તો એક બદમાશ એકલેહાથે દરવાજાે ઉતારીને આ ભારે દરવાજાને બાઇકની પાછળ લઈને બેસી જાય છે. બંને જણા ક્ષણભરમાં જ ત્યાંથી રવાના થઈ જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.