કંકોત્રી આપવા જતા યુવકની JCBથી કચડીને હત્યા કરાઈ
મેવાત: જૂની અદાવતના કારણે એક યુવકને જેસીબીના લોડરથી કચડીને મોતને ઘાટ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે મૃતકની લાશને કબ્જામાં લઈ સીએચસી નૂંહથી પોસ્ટમોર્ટમ કરાવીને લાશ પરિજનોને હવાલે કરી દીધી છે. પોલીસએ આ સંબંધમાં કેસ નોંધી મામલાની ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી અબ્દુલ અજીજે પોલીસને જણાવ્યું છે કે તે પોતાના ભાઈની સાથે ૧૭ માર્ચે લગ્નની કાર્ડ આપીને પોતાના ગામ પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન અમારી પર વારિસ, ઈમરાન, શહરૂન, રહીમ બખ્સ ઉપરાંત જાવેદે લાઠી અને ડંડા જેવા હથિયારોથી તેમની પર હુમલો કરી દીધો. આ હુમલામાં ઘાયલ હમીદને હુમલાખોરોએ જેસીબીના લોડરની મદદથી ઘટનાસ્થળેથી વારંવાર કરડી દીધો. જેના કારણે તે અધમરો થઈ ગયો. પીડિતનો આરોપ છે કે તેણે બૂમાબૂમ કરતાં આરોપીઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા અને તેણે સમગ્ર ઘટના પોતાના પરિજનોને જણાવી.
જેસીબી લોડરથી ઘાયલ થયેલા હમીદને તાત્કાલિક સીએચસી સારવાર માટે લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેની નાજુક હાલત જાેઈને તેને નલ્હડ મેડિકલ કોલેજ રેફર કરી દીધો. પરંતુ હમીદનું રસ્તામાં જ મોત થઈ ગયું. પોલીસે આ મામલામાં કેસ નોંધી દીધો છે. મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ હમીદ હવે આ દુનિયામાં નથી રહ્યો. પોલીસે પાંચ લોકોની સામે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ માર્ગ અકસ્માતના એન્ગલથી પણ મામલાની તપાસ કરી રહી છે.