કંગનાએ શેર કર્યો માતાનો રોટલી બનાવતો ફોટો
મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે International Women’s Day પર પોતાની સુપર વુમનનો વિડીયો શેર કર્યો છે. કંગનાની આ સુપર વુમન તેની માતા છે.
કંગનાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે કે જેમાં તેની માતા મકાઈનો રોટલો બનાવતી જાેવા મળી રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના હોમટાઉન મનાલીથી માતાનો રોટલો બનાવતો વિડીયો શેર કર્યો છે. જેમાં કંગનાની માતા ચૂલા પર મકાઈનો રોટલો બનાવતી જાેવા મળી રહી છે.
આ શેર કરતા કંગનાએ લખ્યું કે, રિયલ સુપરવુમન આવી હોય છે, માતા મકાઈનો રોટલો બનાવી રહી છે જે ઘરમાં તૈયાર કર્યો છે. કંગનાની આ પોસ્ટમાં મકાઈનો રોટલો અને સરસવના શાકની થાળી જાેવા મળી રહી છે. તારીખ ૮ માર્ચે International Women’s Day હતો. આ દિવસ નિમિત્તે બોલિવૂડ એક્ટર વિકી કૌશલે તેની પત્ની કેટરિના કૈફ અને માતા વીણા કૌશલનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ કદાચ પહેલી વખત છે કે જ્યારે ફેન્સ સાસુ અને વહુ (કેટરિના કૈફ અને વીણા કૌશલ)ને એકસાથે એક જ ફ્રેમમાં જાેઈ રહ્યા હશે. એક્ટર વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. પતિ વિકી કૌશલે શેર કરેલા આ ફોટોગ્રાફમાં કેટરિના કૈફ લાલ રંગના ડ્રેસમાં જાેવા મળી રહી છે. જ્યારે કેટરિના કૈફના સાસુ એટલે કે વિકી કૌશલના મમ્મી વીણા કૌશલ પણ સાથે બેઠેલા જાેવા મળી રહ્યા છે.
આ ફોટોગ્રાફમાં એક્ટ્રેસ કેટરિના કૈફ તેના સાસુ વીણા કૌશલને હગ કરતી જાેવા મળી રહી છે. તેઓ ખુશીની આ પળને એન્જાેય કરતા જાેવા મળી રહ્યા છે. તેઓ બંનેના ચહેરા પર સ્માઈલ જાેવા મળી રહી છે. આ ફોટો શેર કરતા વિકી કૌશલે લખ્યું કે મારી તાકાત, મારી દુનિયા.SSS