Western Times News

Gujarati News

કંગનાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘના આશીર્વાદ લીધા

નવી દિલ્હી, વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પંકાયેલી અભિનેત્રી કંગના રનૌતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘની મુલાકાત લીધી હતી. એને પગલે એવી અટકળો વહેતી થઇ હતી.

જો કે કંગનાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મારી આગામી ફિલ્મ તેજસ માટે જરૂરી પરવાનગી તથા એ અંગેની જરૂરી વાચતીત કરવા માટે હું સંરક્ષણ પ્રધાનને મળી હતી. મેં તેમના આશીર્વાદ અને શુભેચ્છા પણ માગ્યા હતા.

ફિલ્મ તેજસ કેટલીક સત્ય ઘટનાઓ પર આધારિત છે. એ બનાવવાથી કદાચ કોઇ બિનજરૂરી વિવાદ સર્જાય એ પહેલાં સરકારની પરવાનગી લઇને પછી આગળ વધવું એવા વિચારે કંગના પોતાની ટીમ સાથે રાજનાથ સિંઘને મળવા ગઇ હતી.  રાજનાથ સિંઘ સાથેની એની મુલાકાતની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.

છેલ્લા થોડા સમયથી સતત એવી અફવા ઊડતી રહી હતી કે કંગના ભાજપમાં જોડાઇ રહી છે. શિવસેના સાથેના વિવાદના પગલે અને એ મુંબઇમાં આવે તો ખરાબ  પરિણામો આવશે એવી ધમકીના પગલે કેન્દ્ર સરકારે એને ખાસ સિક્યોરિટી આપતી ત્યારથી એવી વાતો સતત વહેતી થઇ રહી હતી કે કંગના ભાજપમાં જોડાઇ રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.