કંગનાના માતાએ પ્રધાનમંત્રી મોદી-શાહનો આભાર માન્યો

મુંબઇ: એક્ટર કંગના રનૌતની મુંબઈમાં આવેલી સંપત્તિને ગેરકાયદેસર ઠેરવીને તેમાં તોડફોડ કરવામાં આવી જે બાદ શિવસેના અને કંગના વચ્ચેની ગરમા-ગરમી વધી રહી છે. આ બધાની વચ્ચે પોતાના સમર્થનમાં આવી રહેલા લોકોની કંગના ભારે પ્રશંસા કરી રહી છે. કંગનાની માતાએ પણ કંગનાની બહાદૂરીની પ્રશંસા કરી છે અને પોતાની દીકરી સાથે આખા દેશના લોકોની દુઆઓ હોવાનું જણાવ્યું છે. તેમણે આ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
![]() |
![]() |
કંગના રનૌતના માતાએ કંગનાની બહાદુરીની પ્રશંસા કરીને કહ્યું છે કે, મને મારી દીકરી પર ગર્વ છે કે તે હંમેશા સચ્ચાઈની સાથે રહી છે અને રહેશે. મહત્વનું છે કે કંગનાની ઓફિસમાં તોડફોડ કરાયા બાદ તેની ભાષામાં તીખાશ વધારે જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ શિવસેના દ્વારા પણ આ મામલે નિવેદનો અને પોતાના મુખપત્ર સામના દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. કંગનાના માતાએ પોતાની દીકરીની સાથે આખો દેશ હોવાની વાત કરીને એમ પણ જણાવ્યું કે, અમે વર્ષોથી કોંગ્રેસી હતા,
મારા સસરા હતા તેઓ પણ કોંગ્રેસી હતા અને છતાં અમે ત્યાંથી (ભાજપ તરથી) સપોર્ટ મળ્યો, એમને પણ ખબર છે કે અમે શરુઆતથી કોંગ્રેસી છીએ છતાં મારી દીકરીને સિક્યોરિટી આપી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આજે શિવસેનાએ કંગના રનૌતનું નામ લીધા વગર જ પોતાના મુખપત્ર સામના દ્વારા કંગનાને નિશાન બનાવી, આ લેખમાં શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બોલીવુડના અન્ય સ્ટાર્સ કે જેઓ એકદમ ચૂપ છે તેમના પર પણ સવાલ ઉઠાવ્યા છે.