કંગનાના મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુંઃ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના વડા શરદ પવાર વચ્ચે તાકીદની બેઠક યોજાઈ
મુંબઈ, ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ડ્રગના મુદ્દે કરેલા નિવેદનો બાદ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભડકાઉ નિવેદન કરતાં જ મામલો ગરમાયો છે. આજે કંગના મુંબઈ આવી પહોંચે તે પહેલા બીએમસી દ્વારા તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવતાં કંગના રનૌતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આક્રમક નિવેદન આપતાં સમગ્ર મહારાષ્ટ્રમાં વાતાવરણ ઉગ્ર જોવા મળી રહ્યું છે. સરકાર વિરુદ્ધ જોરશોરથી સોશિયલ મીડિયા ઉપર લોકો રોષ ઠાલવતાં જોવા મળ્યા છે. આ પરિસ્થિતિમાં ડેમેજ કંટ્રોલ સિસ્ટમ ઉભી કરવા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે તાત્કાલિક બેઠક યોજાઈ છે.