કંગનાની વિમાન યાત્રા દરમિયાન સુરક્ષાનો ભંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Kangna-4-scaled.jpg)
નવીદિલ્હી, વિમાન નિયામક ડીજીસીએએ ઇડિગોને ચંડીગઢ મુંબઇની તેમની ઉડયનમાં મીડિયા કર્મચારીઓ દ્વારા સુરક્ષા અને સામાજિક અંતરના નિયમોના કહેવાતા ભંગ માટે એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે આ ધટના તે સમયની છે જયારે કંગના રનૌતે આ ઉડયનથી યાત્રા કરી હતી. વરિષ્ઠ અધિકારીએ આજે આ માહિતી આપી હતી નાગરિક વિમાનન મહાનિદેશાલય ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે કેટલાક વીડીયો જાેયા છે જેમાં મીડિયા કર્મચારી બુધવારે ઉડાનમાં એક બીજાથી ખુબ નજીક ઉભા હતાં આ સુરક્ષા અને સામાજિક અંતરના નિયમોનો ભંગ છે અમે વિમાન કંપની ઇડિગોને આ ધટના પર એક રિપોર્ટ સોંપવા કહ્યું છે.
ડીજીસીએના એક વધુ અધિકારીએ પણ પુષ્ટી કરી છે કે આ ઘટનાને લઇ વિમનનન કંપનીથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અધિકારીએ કહ્યું કે રનૌત બુધવારે ચંડીગઢ મુંબઇ ઉડન દરમિયાન આગળની કતારમાં બેઠી હતી અનેક મીડીયા કર્મચારી પણ તે ઉડયનમાં સવાર હતા
આ મામલામાં ઇડિગોએ કહ્યું કે અમે અમારૂ નિવેદન ડીજીસીએને આપી દીધુ છે અમારા કેબિન ક્રે સાથે જ કંપ્તાન ફોટાગ્રાફીને પ્રતિબંધિત કરવા સામાજિક દુરીનું પાલન કરવા અને સમગ્ર સુરક્ષાને બનાવી રાખવાની જાહેરાત સહિત તમામ આવશ્યક પ્રોટોકોલનું પાલન કર્યું.HS
![]() |
![]() |