કંગનાની ફિલ્મ ધાકડનું ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર ૩૦ લાખ
નવી દિલ્હી, પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેલી એક્ટ્રેસ કંગનાની ફિલ્મ ધાકડ બોક્સ ઓફિસ પર ઉંધા મોઢે પછડાઈ છે.
ફિલ્મનુ ચોથા દિવસનુ બોક્સ ઓફિસ કલેક્શન માત્ર ૩૦ લાખ રૂપિયા રહ્યુ છે.૫૫ થી ૬૦ કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ આ સપ્તાહમાં જ થીયેટરોમાંથી ઉતરી જશે.
ઓપિનિંગ ડેના દિવસથી ફિલ્મ નિરાશ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પહેલા દિવસે આ ફિલ્મે ૧.૨ કરોડ રૂપિયાનું કલેક્સન કકર્યું હતું. શનિવારે ૧.૦૫ કરોડ અને રવિવારે મૂવીની કમાણી ૯૮ લાખ રૂપિયા રહી હતી. જ્યારે સોમવારે તો આ ફિલ્મ માત્ર ૩૦ લાખ રૂપિયા કમાઈ છે.
આ વર્ષની અત્યાર સુધી રિલિઝ થયેલી ફિલ્મોમાં ધાકડને સૌથી મોટી ફ્લોપ ગણાવવામાં આવી રહી છે. ઘણા મલ્ટીપ્લેક્સ અને થિયેટરોમાં ફિલ્મ ઉતારી પણ લેવાઈ છે.
અન્ય દેશોમાં પણ ધાકડનુ પરફોર્મન્સ સારૂ રહ્યુ નથી. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મનુ જાેરદાર પ્રમોશન થયુ હતુ. આમ છતા ફિલ્મ બોક્સ ઓફિસ પર ફસડાઈ પડી છે.ss2kp