કંગનાનું ઘર તો તોડી દીધું દાઉદનું છોડી દીધું: ફડનવીસ
મુંબઇ, મહારાષ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચેની લડાઇ તીવ્ર બની રહી છે કંગનાનું કાર્યાલય તોડયા બાદ વિરોધ પક્ષના નેતાઓ આ કાર્યવાહીનો જાેરદાર વિરોધ કરી રહ્યાં છે ભાજપ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને લાગે છે કે તેમની લડાત કોરોના વાયરસ સાથે નથી પરંતુ કંગના સાથે છે લોકો કોરોનાથી મરી રહ્યાં છે પરંતુ તેઓ તેને લઇને ચિંતિત નથી હું માનુ છું કે જાે સરકાર તેની અડધી તાકાત પણ કોરોના સામે લડવામાં ફાળવશે તો આપણે અનેક લોકોનું જીવન બચાવી શકીશું.
ફડનવીસે કહ્યું કે મને લાગે છે કે સરકારે કંગના કરતા કોરોના પર વધારે ધ્યાન આપવું જાેઇએ તેમણે કહ્યું કે ભાજપ કંગનાનો મુદ્દો ઉઠાવતો નથી મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દો ઉઠાવ્યો તેનું મકાન તોડી નાખ્યુ નિવેદન આપ્યું કે તેણે મુંબઇ ન આવવું જાેઇએ પરંતુ તેમણે સમજવું જાેઇએ કે કંગના કોઇ રાષ્ટ્રીય નેતા નથી કંગનાના કાર્યાલયને તોડી પાડવા પર પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર દાઉદનું ઘર કેમ તોડી રહી નથી અને કંગનાનું ઘર તોડવા જાય છે ડ્રગ્સ કેસ અંગે ફડનવીસે કહ્યું કે એનસીબી હમણા આ મામલાની તપાસ કરી રહી છે આ મામલો કોર્ટમા ંછે તેથી હું આ મુદ્દે વધારે વાત નહીં કરીશ પરંતુ મને લાગે છે કે આ મામલાને મૂળમાંથી નાબુદ કરવો જાેઇએ એ યાદ રહે કે કંગના સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ નોંધાઇ છે.HS