કંગનાને હવે શરમ આવી જાેઈએ : નારાજ મીકા સિંહ
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં છે. તેણે ટ્વીટ કરીને ખેડૂત આંદોલનમાં સામેલ થયેલા વૃદ્ધ મહિલાને સીએેએ પ્રોટેસ્ટના બિલકિસ બાનો ગણાવ્યા હતા. તેના આ ટ્વીટ બાદ મામલો ઉગ્ર બન્યો અને બાદમાં એક્ટર-સિંગર દિલજીત દોસાંજ સાથે તેનું ટિ્વટર યુદ્ધ છેડાયું. હવે, મીકા સિંહે કંગના રનૌતના નિવેદનને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. મીકા સિંહે પોતાના ટિ્વટર હેન્ડલ પર વૃદ્ધ મહિલાની તસવીર શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે કે, ‘મારા મનમાં કંગના રનૌત માટે ઘણું માન હતું.
તેની ઓફિસમાં તોડફોડ થઈ ત્યારે મેં તેનું સમર્થન કર્યું હતું. હવે મને લાગે છે કે, હું ખોટો હતો. કંગના રનૌત એક મહિલા હોવા તરીકે તારે વૃદ્ધ મહિલાને માન આપવું જોઈએ. તારી પાસે સભ્યતા હોય તો માફી માગી લે. તને શરમ આવી જોઈએ. કંગના રનૌતે ખેડૂત આંદોલનમાં જોડાયેલા પંજાબના મહિંદર કૌરને ઝ્રછછ વિરોધી આંદોલનમાં સામેલ બિલકિસ બાનો ગણાવ્યા હતા. સાથે જ મજાક ઉડાવી હતી કે, તેઓ ૧૦૦ રૂપિયામાં પ્રોટેસ્ટ કરવા માટે પહોંચી જાય છે. આ અંગે ટ્રોલ થયા બાદ કંગનાએ ટ્વીટ ડિલિટ કરી દીધી હતી.
જો કે, દિલજિત દોસાંજે મહિંદર કૌર નામના વૃદ્ધાનો વીડિયો શેર કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ કંગનાએ દિલજિત પર પલટવાર કરતાં કહ્યું હતું કે, ‘કરણ જોહરના પાળતુ, જે દાદી શાહીન બાગમાં પોતાની સિટિઝનશિપ માટે વિરોધ કરી રહી હતી તે બિલકિસ બાનો દાદી ખેડૂતના આંદોલનમાં પણ પ્રોટેક્સ કરતા દેખાઈ. મહિંદર કૌર જીને તો હું ઓળખતી પણ નથી. શું ડ્રામા ચલાવી રહ્યા છો તમે? અત્યારે જ આ બધુ બંધ કરો. જે બાદ કંગનાએ અન્ય એક ટ્વીટ પણ કરી હતી.
જેમાં તેણે પોતાની સેલ્ફી શેર કરીને લખ્યું હતું કે, ‘સાંભળી લો, મારા મૌનને મારી કમજોરી ન સમજતા, હું બધુ જોઈ રહી છું. કેવી રીતે તમે લોકો માસૂમોને ભડકાવી રહ્યા છો અને તેનો ઉપયોગ કરી રહ્યા છો. જ્યારે શાહીન બાદની જેમ આ ધરણાનું પણ રહસ્ય ખુલશે તો હું એક શાનદાર સ્પીચ લખીશ અને તમારા લોકોનું મોં કાળુ કરીશ.