Western Times News

Gujarati News

કંગના રનૌટે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને તુચ્છ વ્યક્તિ કહી દીધા

મુંબઇ, બોલીવુડ અભિનત્રી કંગના રનૌટે એકવાર ફરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પર પલટવાર કર્યો છે.કંગના રનૌતે આ વખતે હિમાચલ પ્રદેશને દેવભૂમિ બતાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને તુચ્છ વ્યક્તિ કહી દીધા છે. હકીકતમાં કંગનાનું આ નિવેદન ઉદ્વવ ઠાકરે તરફથી હિમાચલ પ્રદેશને ગંજાની ખેતી કરનાર રાજય બતાવવાના નિવેદન બાદ આવ્યું છે.
મુખ્યમંત્રી ઠાકરેના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપતાં કંગના રનૌટે ટિ્‌વટર પર લખ્યું કે મુખ્યમંત્રી તમે ખુબ તુચ્છ વ્યક્તિ છે.હિમાચલને દેવ ભૂમિ કહેવામાં આવે છે અહીં સૌથી વધુ સંખ્યામાં મંદિર છે અને ક્રાઇમ રેટ શૂન્ય હાં અહીની જમીન ખુબ ઉપજાવું છે અહીં સફરજન,દ્વાસ,કીવી અને સ્ટ્રોબેરી ની ઉપજ થાય છે અહીં કોઇ કંઇ પણ ઉગાડી શકે છે.

કંગનાએ આગામી ટ્‌વીટમાં લખ્યું તમે એક એવા નેતા છો જેનું દ્‌ષ્ટિકોણ એક એવા રાજયને લઇ તામસિક અદુરદર્શષી અને ઓછી માહિતી વાળા છો જે ભગવાન શિવ અને મા પાર્વતીનું નિવાસ સ્થાન છે આ ઉપરાંત અનેક મહાન સંતો જેવા માર્કેડેય મનુ ઋષિ અને પાંડવોએ નિર્વાસનનો લાંબો સમય હિમાચલમાં વિતાવ્યો હતો.

કંગના રનૌટે એક અન્ય ટ્‌વીટમાં કડક શબ્દોનો ઉપયોગ કરતા લખ્યું કે મુખ્યમંત્રી તમને ખુદ શરમ આવવી જાેઇએ જનસેવક હોવા છતાં તમે આ રીતના તુચ્છ ઝઘડામાં સામેલ છે.પોતાની શક્તિનો ઉપયોગ પરસ્પર અહસમત લોકોનું અપમાન અને નુકસાન માટે કરી રહ્યાં છો.ગંદી રાજનીતિ રમી પોતે જે ખુરશી હાંસિલ કરી છે તેને લાયક નથી શર્મની વાત છે.

આ પહેલા ટ્‌વીટમાં ટાઇપોને ઠીક કરતા તેમણે કહ્યું કે હિમાચલમાં કોઇ અપરાધ થયો નથી તેમણે કહ્યું કે એકવાર ફરી સ્પષ્ટ કરવું જાેઇએ કે અમારે ત્યાં હિમાચલમાં ગરીબ કે ખુબ ગરીબ વધુ અમીર લોકો કે અપરાધ નથી આ એક આધ્યાત્મિક સ્થાન છે જયાં ખુબ માસુમ અને દયાલુ લોકો રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.