Western Times News

Gujarati News

કંગના રનૌતની ઓફિસ તોડતાં બીએમસીના કર્મચારીઓ

મુંબઈ, આજે વહેલી સવારે કંગના રનૌતની બાંદ્રા વેસ્ટ પાલી હીલ ખાતે આવેલી ઓફિસ પરિસરની પર બી.એમ.સી.ના કર્મચારીઓ પોલિસ બંદોબસ્ત સાથે પહોંચી ગયા હતા અને ભારે ઉત્તેજનાના માહોલ વચ્ચે ઓફિસ તોડવાની પ્રક્રિયા શરૂ કરતાં દેશભરમાં તેના પ્રત્યાઘાત પડી રહ્યા છે.

કંગના રનૌત મુંબઈ આવતાં પહેલા ચંદીગઢ એરપોર્ટ પરથી ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે મારી ઓફિસ રામ મંદિર છે.

બીએમસી કર્મચારીઓ બુલડોઝર અને બ્રેકર મશીનો અને અન્ય સાધનો સાથે કંગના રનૌતની ઓફિસની બહાર જોવા મળતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે પોલિસે તમામને ત્યાંથી હટાવી દીધા હતા. ત્યારબાદ તોડફોડનો અવાજ બહાર સુધી સંભળાતો હતો.

બીજી બાજુ ચંદીગઢ એરપોર્ટથી 12.25 કલાકે મુંબઈ જવા રવાના થયેલી કંગના મુંબઈ એરપોર્ટ પર લગભગ 2.00 વાગે  પહોંચે તે પહેલાં જ સમગ્ર મુંબઈમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યાે છે. કંગના મુંબઈ એરપોર્ટ પરથી સીધી જ તેના નિવાસ સ્થાને જશે કે ઓફિસે તે હજુ જાણવા મળ્યું નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.